ઉના પંથકમાં રૂ.10ની ચલણી નોટોની અછત: સિકકા કોઈ સ્વીકારતુ નથી:વેપારીઓને મોટી મુશ્કેલી

Local | Veraval | 01 May, 2024 | 10:23 AM
બેંકોમાંથી રૂ.10ની નોટ જરૂરિયાત મુજબની નહી મળતા વેપારને અસર
સાંજ સમાચાર

ઉના,તા.1
ઉના પંથક માં છેલ્લા ઘણા દિવસો થી રૂ.10 ની નોટ ગાયબ થઈ ગઈ હોય એમ વેપારી ઓને તેમના વ્યાપાર માં હાલાકી ભોગવવી પડતી હોય છે અને ઘણી વખત ગ્રાહકો અને વેપારી વચ્ચે છૂટા પૈસા બાબતે મગજમારી પણ થતી હોય છે ત્યારે હવે પરિસ્થિતિ એવી છે કે બેંક માં પણ વેપારી રૂ.10 ની નોટ લેવા જાય છે તો ત્યા થી પણ જેટલી જોઇએ તેટલી નોટ મળતી નથી 

જ્યારે સરકાર દ્વારા રૂ.10 નાં સિક્કા બહાર પાડવામાં આવેલા છે પરંતુ આ રૂ.10 નાં સિક્કા ગ્રાહકો વેપારી પાસે થી સ્વીકારતા નહિ જ્યારે આવી પરિસ્થિતિ થતી હોય છે ત્યારે ઘણાં કિસ્સા માં વેપારી પણ ગ્રાહકો પાસે થી સિક્કા સ્વીકારતા નાં હોવાની વાત પણ જાણવા મળે છે આ માટે વેપારી એસોસિએશન દ્વારા પણ ગ્રાહકો માં જાગૃતી આવે એ માટે એ માટે પહેલ કરવી જોઇએ બીજી તરફ ઉના ની બેન્કો માં છેલ્લા બે વર્ષ થી વધુ સમય થી રૂ.10 નાં સિક્કા વ્યાપક પ્રમાણ માં હોવા છતાં આ સિક્કા લેવા કોઈ ગ્રાહકો આવતા નહિ જ્યારે બેન્કો દ્રારા પણ વેપારીઓ અને ગ્રાહકો ને અપીલ કરવામાં આવેલ છે કે રૂ.10 નાં સિકકા ગ્રાહકો પાસે થી સ્વીકારે અને સામે વેપારી પણ ગ્રાહકો પાસે થી રૂ.10 નાં સિક્કા સ્વીકારે અંતે એ સરકારી ચલણ છે અને બેંક પણ ગ્રાહકો અને વેપારી પાસેથી રૂ.10 ના સિક્કા સ્વીકારશે 

આ બાબતે બેંક નાં અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવેલ કે વેપારી ઓ તેમના અને ગ્રાહકો સાથે નાં વ્યવહાર માં રૂ. 10 ની નોટો ની વ્યાપક જરૂરિયાત હોય છે એટલે નોટો લેવા માટે વેપારીઓ આવતા હોય છે પણ હવે 10ની નોટો પણ વેપારી ની જરૂરિયાત મુજબ ની ઉપલબ્ધ નથી જ્યારે રૂ.10 નાં સિક્કા વ્યાપક પ્રમાણ માં છે પણ ગ્રહોકો વેપારી પાસે થી સ્વીકારતા નાં હોવા થી વેપારી ને સિક્કા લઈ જવાનો આગ્રહ કરીએ છીએ પણ ગ્રાહકો સિક્કા નાં સ્વીકારતા હોવા થી વેપારી ઓ પણ સિક્કા બેન્કો પાસે થી લેતાં નહિ બીજી તરફ ધીમે ધીમે 10 નોટો ની જગ્યા એ સિક્કા જ જોવા મળશે 

વેપારીઓ દ્વારા ગ્રાહકો માં જાગૃતિ આવે એ માટે પહેલ કરવી જોઈએ કે જેથી બજાર માં સિક્કા ફરતા થાય સિક્કા એ પણ સરકારી ચલણ છે આજે નહિ તો કાલે સ્વીકારવું પડશે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj