કેલિફોર્નિયા, તા.1
પંજાબના જાણીતા ગાયક સિધ્ધુ મુસેવાલાના હત્યા કાંડનો મુખ્ય આરોપી ગોલ્ડી બરાડની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. ગોલ્ડીનું મુળ નામ સતિન્દરસિંહજી છે અને પંજાબી ગાયક મુસેવાલાની હત્યામાં તેમનું નામ ખુલ્યું હતું.
ચંદીગઢમાં તેની પિતરાઇ ભાઇની હત્યા બાદ તે અપરાધની દુનિયામાં પ્રવેશ્યો હતો અને તેને મુસેવાલા સહિતના અનેક હત્યાકાંડોમાં પણ ભૂમિકા ભજવી હતી. અમેરિકાના કેલિફોર્નિયામાં તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
જેની હત્યાની જવાબદારી દલ્લા-લખબીર ગેંગે લીધી છે. તે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા પણ ગયો હતો. મે 2022માં પંજાબના માનસા જિલ્લામાં એક ગામ પાસે સિધ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી તેની જવાબદારી ગોલ્ડીએ લીધી હતી અને કહ્યું હતું કે માહોલીમાં એક હત્યાના આરોપીને મુસેવાલાના મેનેજરે આશરો આપ્યો હતો.
બાદમાં મુસેવાલાએ ખુદે મેનેજરને મદદ કરી હતી. આમ તેને મુસેવાલાને જવાબદાર ગણાવ્યો હતો અને હવે તેની હત્યા પાછળ પણ આ જ પ્રકારે ગેંગવોર હોવાનું માનવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy