મેડ્રીડ, તા. 25
એક તરફ ભારતમાં જયારે નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપો થાય છે અને ઇડીથી લઇ સીબીઆઇ સહિતની કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી થાય છે તે સમયે પણ તેને રાજકીય રંગ આપી દેવાય છે અને જેલમાં બેઠા બેઠા સરકાર ચલાવવાના પ્રયોગો ભારતમાં જ થઇ રહ્યા છે તે સમયે સ્પેનમાં વડાપ્રધાનના પત્ની પર ભ્રષ્ટાચારના આરોપ લાગતા તેઓએ એક તરફ આ આરોપો ખોટા હોવાનું જણાવ્યું પરંતુ સાથોસાથ તેમણે એ પણ કહ્યું કે, આરોપો લાગ્યા છે એટલે હું જાહેર સેવામાં મારી કામગીરી કરી શકું નથી.
સોમવારથી તમામ ફરજો સ્થગિત કરી દીધી છે અને રાજનીતિને છોડવાના પણ સંકેત આપી દીધા છે. સ્પેનના વડાપ્રધાન પેદ્રો સાંચેજ દેશના સમાજવાદી પક્ષનું નેતૃત્વ કરે છે અને તેઓએ સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ મુકીને આ જાહેરાત કરી હતી કે તેમના પત્ની ગોમેજ પર દેશના એક યુનિયને આરોપ લગાવ્યો કે વડાપ્રધાનના પત્નીએ એક વ્યાપારી કરાર પર પ્રભાવ પાડવાની કોશીશ કરી હતી.
માનોસ લીમપીયાસ નામના આ યુનીયનએ કાનુની બાબતમાં એક પ્લેટફોર્મની કામગીરી કરી છે અને તેના નેતા બર્નાડ રેમો એ આરોપ લગાવ્યા હતા અને વડાપ્રધાનના પત્નીની ભૂમિકા સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા જે અંગે ન્યાય તપાસ શરૂ થઇ ગઇ છે.
જોકે એક તરફ ખુદ વડાપ્રધાન પેદ્રો સાંચેજ પોતે પત્નીના સામેના આરોપોને નકારી રહ્યા છે પરંતુ તેઓએ જાહેર કર્યુ કે, હું જે પદ પર છું તેનું સન્માન જાળવી રાખવું જોઇએ અને તેથી હાલ હું મારી સત્તાવાર ફરજો બજાવવાનું બંધ કરૂ છું અને થોડા દિવસોમાં નિર્ણય લઇશ કે મારે સરકારનું નેતૃત્વ ચાલુ રાખવું જોઇએ કે રાજકારણ છોડી દેવું જોઇએ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy