લોકસભાનો ચૂંટણી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે.
ક્ષત્રિય સમાજ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની વિરુધ્ધ મેદાને પડ્યો છે. આખા રાજ્યમાં ભાજપ વિરુધ્ધ ઝુંબેશ શરુ કરી છે તેવા સમયે હેલમેટ કાયદા સામે મેદાને પડેલા સમાજસેવી અશોક પટેલે પણ ભાજપના પ્રચાર હોર્ડિંગમાં ચેડા કરતા રાજકીય સનસનાટી મચી હતી. માર્ગોના ડીવાઇડર પર ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીની તસ્વીરવાળા પ્રચાર હોર્ડિંગ મુકવામાં આવ્યા હતા.
આ હોર્ડીંગના લખાણ પર ‘પથ નહીં પ્રતિનિધિ’ અને મોદીના ચહેરા પર ‘ન જોઇએ વ્યકિતવાદ’ લખેલા સ્ટીકર ચોટાડી દેવામાં આવ્યા હતા. શહેરના કાલાવડ રોડ સ્વામીનારાયણ મંદિર પાસેના હોર્ડિંગમાં આવા સ્ટીકર ચોંટાડાતા પોલીસ કાફલો ધસી ગયો હતો. ત્રણ લોકોને પોલીસ સ્ટેશને લઇ જઇને નિવેદન લેવાયા હતા અને મુક્ત કરાયા હતા. ચૂંટણી આચાર સંહિતામાં આ પ્રકારના હોર્ડીંગ ગેરકાયદે હોવાની તેઓએ ચૂંટણી અધિકારીને રજુઆત કરી હતી પરંતુ કોઇ કાર્યવાહી ન થતાં વિરોધરૂપે આ કદમ ઉઠાવ્યું હતું. (તસ્વીર: ભાવિન રાજગોર)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy