શેરબજારમાં 500 પોઇન્ટના પ્રારંભીક કડાકા બાદ 600 પોઇન્ટની જોરદાર તેજી

India, Business | 19 April, 2024 | 04:01 PM
સોના-ચાંદી, રૂપિયો તથા ક્રુડમાં પણ વધઘટ ધીમી પડી: ઇઝરાયેલના હુમલા બાદ ગંભીર પ્રત્યાઘાતો ન પડતા માર્કેટમાં સ્થિરતા
સાંજ સમાચાર

રાજકોટ, તા.19
ઇરાન પર ઇઝરાયેલના હુમલાના પગલે શેરબજાર સહિત નાણા માર્કેટોમાં સર્જાયેલો પ્રારંભીક ગભરાટ સમી ગયો હોય તેમ શેરબજારમાં જોરદાર તેજી થઇ હતી. આજ રીતે સોના-ચાંદી તથા રૂપિયા અને ક્રુડ તેલમાં પણ સ્થિરતા આવી ગઇ હતી.

ઇરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાવવાની આશંકાથી શેરબજારમાં શરુઆતમાં વેચવાલીનો મારો નિકળ્યો હતો. તમામ શેરોમાં ગાબડા પડવા સાથે ઉઘડતામાં સેન્સેક્સ 500 પોઇન્ટ જેટલો ધસી પડ્યો હતો. પરંતુ ઇઝરાયેલી હુમલા બાદ કોઇ વધારાના પ્રત્યાઘાતો નહીં પડતા અને કોઇ આક્રમક વિધાનો પણ નહીં થતાં રાહતનો શ્વાસ લેવાયો હતો.

શેરબજારનો ગભરાટ દૂર થવા લાગ્યો હતો અને માર્કેટ તેજીના માર્ગે દોડવા લાગ્યું હતું. રેડઝોનમાં રહેલું માર્કેટ જોરદાર તેજી વચ્ચે ગ્રીનઝોનમાં આવી ગયું હતું. જાણીતા શેર બ્રોકરોના કહેવા પ્રમાણે યુદ્ધના ભયના કારણે પ્રારંભીક ગભરાટ હતો તે પછી ઓસરી જતાં માર્કેટ તેજીમાં આવી ગયું હતું હવે બે દિવસ વીકએન્ડની રજા છે. આ દરમિયાન નવા કોઇ પ્રત્યાઘાતો ન પડે તો માર્કેટની તેજીને કોઇ આંચ આવે તેમ નથી.

શેરબજારમાં આજે એક્સીસ બેંક, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, હિન્દ લીવર, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસઇન્ડ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, મહિન્દ્ર, મારૂતી, પાવર ગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા સ્ટીલ, ટાઇટન જેવા શેરોમાં ઉછાળો હતો. ઇન્ફોસીસ, લાર્સન, ટાટા મોટર્સ, ટીસીએસ, બજાજ ઓટો, એચસીએલ ટેકનો, નેસ્લે જેવા શેરો નબળા હતા. 

મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 602 પોઇન્ટના ઉછાળાથી 73091 સાંપડ્યો હતો જે ઉંચામાં 73210 તથા નીચામાં 71816 હતો. નીફટી 158 પોઇન્ટ ઉંચકાઇને 22154 હતો જે ઉંચામાં 22179 તથા નીચામાં 21777  હતો.

સોના-ચાંદીમાં પણ પ્રારંભીક ઉછાળા બાદ સ્થિરતા આવી ગઇ હતી. કોમોડીટી એેક્સચેંજમાં સોનુ 200 રુપિયા ઉંચકાયા બાદ માઇન્સમાં આવી ગયું હતું. હાજર સોનુ 75850 હતું રૂપિયા તથા ક્રુડ તેલમાં પણ પ્રારંભીક વધઘટ શાંત પડી ગઇ હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj