સુનીતા વિલિયમ્સ ત્રીજીવાર અવકાશમાં ઉડાન ભરવા માટે તૈયાર

India, Technology | 06 May, 2024 | 12:42 PM
કાલે માનવયુક્ત અવકાશયાનના પ્રથમ મિશન પર ઉડાન ભરશે
સાંજ સમાચાર

વોશિંગ્ટન, તા.6
ભારતીય મૂળની સુનીતા વિલિયમ્સ ફરી એકવાર અવકાશમાં જવા માટે તૈયાર છે. આ વખતે બુચ વિલ્મોર પણ તેની સાથે હશે. નાસાના બે અનુભવી અવકાશયાત્રીઓ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં અવકાશમાં જવા માટે તૈયાર છે.

આ પહેલું માનવયુક્ત અવકાશયાન હશે, જે 7 મેના રોજ ઉડાન ભરશે. નાસાના જણાવ્યા અનુસાર, યુનાઈટેડ લોંચ એલાયન્સ એટલાસ વી રોકેટ અને બોઈંગ સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટને કેનેડી સ્પેસ સેન્ટરથી 7 મેના રોજ સવારે 8:04 વાગ્યે લોન્ચ કરવામાં આવશે.

મીડિયા કર્મચારીઓ સાથે વાત કરી તેણીએ કહ્યું કે, તે થોડી ગભરાયેલી છે. પરંતુ નવા અવકાશયાનમાં ઉડાન ભરવા માટે ઉત્સાહિત છે. તેણીએ આગળ કહ્યું, ’જ્યારે હું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચીશ, ત્યારે તે ઘરે પાછા જવા જેવું હશે.’

ડો. દીપક પંડ્યા અને બોની પંડ્યાના ઘરે જન્મેલી સુનિતા વિલિયમ્સ જેણે કુલ 322 દિવસ અવકાશમાં વિતાવ્યા છે, તે ફરી એકવાર ઇતિહાસ રચશે. માનવયુક્ત અવકાશયાનના પ્રથમ મિશન પર ઉડાન ભરનાર તે પ્રથમ મહિલા હશે. તે 2006 અને 2012માં બે વખત અવકાશમાં જઈ ચુકી છે. વિલિયમ્સે બે મિશનમાં કુલ 322 દિવસ અવકાશમાં વિતાવ્યા છે, જે પોતાનામાં એક રેકોર્ડ છે.

ત્રીજી વખત ઉડાન ભરતા પહેલા વિલિયમ્સે કહ્યું કે, તે પોતાની સાથે ભગવાન ગણેશની મૂર્તિ લેશે. તેઓ માને છે કે ગણેશ તેમના માટે ભાગ્યશાળી છે. ભગવાન ગણેશની મૂર્તિ પોતાની સાથે લઈ જઈને તે ખુશ થઈ ગઈ. આ પહેલા સુનીતા પોતાની સાથે ભગવદ ગીતાને અવકાશમાં લઈ ગઈ હતી. 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj