19 જુનથી સુપર-8 મુકાબલા : શેડયુલ જાહેર : 20 જુને ભારત-અફઘાનિસ્તાન ટકરાશે

India, World, Sports | 15 June, 2024 | 10:41 AM
સાંજ સમાચાર

ટી20 વર્લ્ડકપ 2024માં ગ્રુપ સ્ટેજ રાઉન્ડ હવે પૂર્ણ થશે. આ રાઉન્ડમાં 20 ટીમ હતી, જેમાંથી 8 ટીમ સુપર-8માં રમતી જોવા મળશે. હવે સુપર-8 રાઉન્ડમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાનની ટીમે પોતાની જગ્યા બનાવી લીધી છે. જ્યારે બાકીની ત્રણ ટીમ વચ્ચે ટક્કર યથાવત છે. આ વચ્ચે ICCએ સુપર-8 રાઉન્ડના શિડ્યૂલની જાહેરાત કરી છે.

સુપર-8 રાઉન્ડમાં 8 ટીમોને 4-4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સુપર-8 રાઉન્ડના ગ્રુપ-1માં સામેલ થશે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા ગ્રુપ-2માં સામેલ થશે. ગ્રુપ-1માં હજુ એક જગ્યા ખાલી છે જેમાં બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સમાંથી કોઈ એક ટીમની એન્ટ્રી થશે. તો ગ્રુપ-2માં તમામ 2 જગ્યા ખાલી છે. 

સુપર-8 રાઉન્ડની શરૂઆત 19 જૂને એન્ટીગુઆમાં થશે. બીજા દિવસે બારબાડોસમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ ટૂર્નામેન્ટમાં પહેલી વખત ભારત કેરેબિયનમાં કોઈ મુકાબલો રમશે. સુપર-8માં કુલ 12 મેચ રમાશે જે એન્ટીગુઆ, બારબાડોસ, સેન્ટ લુસિયા અને સેન્ટ વિન્સેટમાં રમાશે.

સુપર-8 રાઉન્ડના મેચનું શિડ્યૂલ

► 19 જૂન: A2 vs સાઉથ આફ્રિકા- નોર્થ સાઉન્ડ, એન્ટીગુઆ
► 19 જૂન: B1 vs વેસ્ટ ઈન્ડિઝ- ગ્રોસ આઈલેટ, સેન્ટ લુસિયા
► 20 જૂન: ભારત vs અફઘાનિસ્તાન, બ્રિજટાઉન, બારબાડોસ
► 20 જૂન: D2 vs  ઓસ્ટ્રેલિયા, નોર્થ સાઉન્ડ, એન્ટીગુઆ
► 21 જૂન: B1 vs સાઉથ આફ્રિકા, ગ્રોસ આઈલેટ, સેન્ટ લુસિયા
► 21 જૂન: A2 vs  વેસ્ટ ઈન્ડિઝ, બ્રિજટાઉન, બારબાડોસ
► 22 જૂન: ભારત vs D2, નોર્થ સાઉન્ડ, એન્ટીગુઆ
► 22 જૂન: અફઘાનિસ્તાન vs  ઓસ્ટ્રેલિયા, અર્નોસ વેલ, સેન્ટ વિન્સેટ
► 23 જૂન: A2 vs B1, બ્રિજટાઉન, બારબાડોસ
► 23 જૂન: વેસ્ટ ઈન્ડિઝ vs સાઉથ આફ્રિકા, નોર્થ સાઉન્ડ, એન્ટીગુઆ
► 24 જૂન: ભારત vs ઓસ્ટ્રેલિયા, ગ્રોસ આઈલેટ, સેન્ટ લુસિયા
► 24 જૂન: અફઘાનિસ્તાન vs D2, અર્નોસ વેલ, સેન્ટ વિન્સેટ

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj