EVM - VVPAT મતોના ક્રોસ વેરીફીકેશન મુદે ચુંટણીપંચને પ્રશ્ન પૂછતી સુપ્રીમ

India, Politics, Lok Sabha Election 2024 | 24 April, 2024 | 02:50 PM
કન્ટ્રોલ યુનિટ ઉપરાંત માઈક્રો કન્ટ્રોલર અને મતદાન માટે જરૂરી ત્રણ યુનીટ એક સાથે રખાય છે કે અલગ અલગ? બપોર સુધીમાં જવાબ રજુ કરવા આદેશ
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.24
ચુંટણીમાં ઈવીએમ અને વીવીપીએટીના મતોનું ક્રોસ વેરીફીકેશન અંગેની એક અરજી સાંભળતા સમયે સર્વોચ્ચ અદાલતે ચુંટણીપંચને પ્રશ્નો પૂછીને તેનો જવાબ આપવા આદેશ આપ્યો છે. દેશમાં લોકસભા ચુંટણીઓ યોજાઈ રહી છે તે સમયે ઈલેકટ્રોનીક વોટીંગ મશીન (ઈવીએમ) તથા વોટર વેરીફીકેબલ પેપર ઓડીટ ટ્રેલ (વીવીપીએટી)ના મતોનું ક્રોસ વેરીફીકેશન 100 ટકા કરવાની માંગણી સાથેની અરજી પર સુપ્રીમે આજે ચુંટણીપંચને કેટલાક પ્રશ્નો પૂછીને બપોર સુધીમાં તેનો જવાબ આપ્યો છે. જેમાં સર્વપ્રથમ એ પૂછયું છે કે માઈક્રો કન્ટ્રોલર એ કન્ટ્રોલ યુનિટમાં ફીટ કરાયું છે કે વીવીપીએટીમાં ફીટ થયું છે.

આ ઉપરાંત બીજા પ્રશ્નોમાં પૂછાયું છે કે, શું માઈક્રોકન્ટ્રોલરને વનટાઈમ પ્રોગ્રામ કરાયો છે. આ ઉપરાંત એ પણ પ્રશ્ન પૂછાયો છે કે તમે બે સિમ્બોલ લોડીંગ યુનિટનો ઉલ્લેખ કર્યો છે તેમાં કેટલા ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઈલેકશન પીટીશન ફાઈલીંગ કરવા માટે 30 દિવસનો સમય અપાય છે તો શું ઈવીએમ 30 દિવસ માટે યથાવત રખાય છે.

જો કે લોક પ્રતિનિધિત્વ ધારામાં આ જોગવાઈ 45 દિવસની છે તો પંચ કેટલાક દિવસ સુધી ઈવીએમ જાળવી રાખે છે. સુપ્રીમે વધુ એક પ્રશ્નમાં એક પણ પૂછયું હતું કે ઈવીએમ, વીવીપીએટી અને કન્ટ્રોલ યુનિટને એક સાથે રાખવામાં આવે છે કે અલગ અલગ ચુંટણીપંચે હવે બપોરે બે વાગ્યા સુધીમાં આ પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે.

આ કેસની સુનાવણી મુજબ જે રીતે ઈવીએમમાં દર્શાવાતા કુલ મતો અને વીવીપીએટી મશીનમાંથી જે સ્લીપ આવે છે તેનું 100 ટકાનું ક્રોસ વેરીફીકેશનની માંગણી કરવામાં આવી હતી અને એક તબકકે બેલેટ પેપરથી પણ મતદાનની માંગ થઈ હતી જો કે સુપ્રીમ કોર્ટે તે ફગાવી હતી અને આજે 100 ટકા ક્રોસ વેરીફીકેશન અંગે ચૂકાદો આપતા પહેલા કેટલાક પ્રશ્નોનો જવાબ આપવા જણાવ્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj