બાબરાના પાનસડામાં સુરાપુરા દાદાનો હવન યોજાયો

Local | Amreli | 02 May, 2024 | 12:36 PM
સાંજ સમાચાર

જસદણ નજીકના બાબરા તાલુકાના પાનસડા ગામે આવેલ વાજા પરિવારના સુરાપુરા દાદા જગાબાપાના ધામ ખાતે ભવ્ય હવન યોજાયો હતો. આ હવન શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યો હતો. આ હવનમાં પાનસડા ગામના ભાવિકો અને વાજા પરિવારના જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ હવન દરમિયાન પાનસડા ગામના સેવાભાવી લોકો ખડેપગે હાજર રહ્યા હતા અને આ હવનને સફળ બનાવ્યો હતો. આ હવન દરમિયાન બપોરે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ હવનમાં સાધુ-સંતો સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં જોડાયા હતા.      

(તસ્વીર : નરેશ ચોહલીયા-જસદણ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj