દુબઈ,
ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, શિવમ દુબેની મોટા છગ્ગા ફટકારવાની ક્ષમતા ભારતને ઝ20 વર્લ્ડ કપમાં મોટો સ્કોર કરવામાં મદદ કરશે. ભારતની આશા યશસ્વી જયસ્વાલ સાથે દુબે પર ટકી રહેશે.
આ બંને, જેઓ પ્રથમ વખત વર્લ્ડ કપમાં રમી રહ્યા છે, તે ટીમ માટે ટ્રમ્પ કાર્ડ હશે. શાસ્ત્રીએ કહ્યું, બંને ડાબા હાથના બેટ્સમેન છે અને પોતાનો પહેલો વર્લ્ડ કપ રમી રહ્યા છે. એક યશસ્વી છે જેણે ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે યુવાન છે અને નિર્ભયતાથી રમે છે.
ચેન્નાઈ તરફથી રમતા દુબેએ આ સિઝનમાં 11 મેચમાં 170.73ના સ્ટ્રાઈક રેટથી 350 રન બનાવ્યા છે. તેણે કહ્યું, દુબે મિડલ ઓર્ડરમાં મેચ વિનર છે. તે મનોરંજન માટે સિક્સર પણ મારે છે. પાંચ અને છઠ્ઠા નંબર પર તેની ભૂમિકા મહત્વની રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy