નવી દિલ્હી,તા.1
લોકસભા 2024ની ચુંટણી વચ્ચે ટીવી સિરિયલ ‘અનુપમા’ ફેમ એકટ્રેસ રૂપાલી ગાંગુલીએ રાજનીતિમાં એન્ટ્રી કરી ભાજપના ખેસ ધારણ કર્યો છે. તેની સાથે ફિલ્મ ડાયરેકટર અમય જોષીએ પણ ભાજપમાં એન્ટ્રી કરી છે. બન્નેએ દિલ્હીના ભાજપ મુખ્યાલય ખાતે પાર્ટીની સદસ્યતા લીધી હતી.
આ તકે રૂપાલી ગાંગુલીએ જણાવ્યું હતું કે, જયારે હું આ વિકાસના મહાયજ્ઞને જોઉં છું તો મને લાગે છે કે શા માટે હું તેની સહભાગી ન બનું! રૂપાલીએ વધુમાં જણાવ્યું હતું કે મારી કોશિશ રહેશે કે હું મોદીજીના બતાવેલા રસ્તે ચાલુ અને કોઈ પ્રકારે દેશ સેવામાં લાગુ અને એવુ કરું જેથી પાર્ટીને મારા પર ગર્વ પેદા થાય.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy