તાઇવાન આખી રાત ભૂકંપ-આફટરશોકથી ધણધણ્યું : 80 આંચકા અનુભવાયા

World | 23 April, 2024 | 11:20 AM
સૌથી મોટો આંચકો 6.3ની તિવ્રતાનો નોંધાયો : ઇમારતો-મકાનો ધ્રુજતા રહ્યા : લોકો ભયભીત
સાંજ સમાચાર

તાઇપેઇ, તા. 23
તાઇવાનનું પાટનગર ભૂકંપના શ્રેણીબધ્ધ આંચકાથી ધ્રુજી ઉઠયું હતું. 6.3ની તિવ્રતાના સૌથી મોટા ભૂકંપ વચ્ચે નાના મોટા 80 જેટલા આંચકા અનુભવાતા આખી રાત ધરતી ધ્રુજતી રહ્યાનો ઘટનાક્રમ સર્જાયો હતો અને લોકો ભયભીત બન્યા હતા. 

તાઇવાનના પૂર્વીય હુલેન ક્ષેત્રમાં 6.3ની તિવ્રતાનો સૌથી મોટો આંચકો અનુભવાયો હતો. આંચકાનો દૌર સોમવારે સાંજે 5.08 કલાકે શરૂ થયો હતો અને ત્યારે 5.5ની તિવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. મધરાત બાદ શ્રેણીબધ્ધ આંચકાનો સીલસીલો શરૂ થઇ ગયો હતો.

મોડી રાત્રે 2.30 કલાકે 6 મીનીટના સમયગાળામાં બે મોટા આંચકા અનુભવાયા હતા. તાઇવાનના સિસ્મોલોજી સેન્ટરના રીપોર્ટ પ્રમાણે મોડી રાત્રે 2.26 કલાકે 6ની તિવ્રતાનો અને ત્યારબાદ 6 મીનીટ પછી 6.3ની તિવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. અમેરિકી સિસ્મોલોજી વિભાગે આ બંને આંચકાની તિવ્રતા અનુક્રમે 6.1 અને 6ની દર્શાવી છે.

એવું બહાર આવ્યું છે કે, સોમવાર સાંજથી ભૂકંપના આંચકાનો દૌર શરૂ થયો હતો. મધરાત બાદ સંખ્યા વધવા લાગી હતી. મધરાતથી વહેલી સવાર સુધી સતત ધુ્રજારીથી ઇમારતો ધણધણતી રહી હતી. બારી-દરવાજા સતત ખખડતા રહેતા, ડરામણા અવાજથી લોકો ભયભીત બન્યા હતા. ભૂકંપના કારણે જાનમાલને નુકસાનીના કોઇ રીપોર્ટ નથી છતાં સર્વે શરૂ કરાયો છે.

હુલેન ક્ષેત્રમાં આ પૂર્વે 3 એપ્રિલે 7.4 તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેની અસરે ભૂસ્ખલન સહિતના ઘટનાક્રમો સર્જાતા અનેક માર્ગો બંધ થઇ ગયા હતા. તેમજ ઇમારતોને પણ નુકસાન થયું હતું. 1999માં 7.6ની તિવ્રતાના ભૂકંપથી તાઇવાનમાં 2400 લોકો મોતને ભેટયા હતા તે અત્રે ઉલ્લેખનીય છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj