રાજૌરી (જમ્મુ-કાશ્મીર),તા.23
અત્રે સોમવારે આતંકી હુમલામાં એક સરકારી અધિકારી પર ગોળીબારથી સરકારી અધિકારીનું મૃત્યુ થયું હતું.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ આતંકીઓએ એક વ્યકિત પર નજીકથી ગોળીબાર કર્યો હતો. જેને સારવાર માટે હોસ્પિટલે દાખલ કરાયો હતો, જયાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાની જાણકારી મળતા સુરક્ષા દળોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આતંકીઓને પકડવા માટે પૂરા વિસ્તારની ઘેરાબંધી કરી હતી. મૃતકની ઓળખ મોહમ્મદ રજાક તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતક સમાજ કલ્યાણ વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટના પદે ફરજ પર હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy