વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ક્રિકેટ વર્લ્ડ કપના મેચ પર ત્રાસવાદી હુમલાની ધમકી

India, World, Sports | 06 May, 2024 | 12:16 PM
પાકિસ્તાન સ્થિત અફઘાન ત્રાસવાદી સંગઠન આઇએસ ખુશરાનએ નસીર પાકિસ્તાન મારફત ધમકીભર્યા સંદેશા મોકલતા સુરક્ષા એજન્સી એલર્ટ
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા. 6
અગામી તા. 2 જુનથી શરૂ થયેલા ક્રિકેટ ટી-20 વર્લ્ડકપ પૂર્વે જ વેસ્ટ ઇન્ડિઝમાં રમાનાર મેચમાં ત્રાસવાદી ધમકી આવતા ફરી એક વખત ક્રિકેટ પર ત્રાસવાદનો પડછાયો જોવા મળી રહ્યો છે. ઉત્તર પાકિસ્તાનમાંથી આઇએસ સંગઠને  હવે વર્લ્ડકપ સહિતના ક્રિકેટ અને અન્ય રમતો સહિતના ઇવેન્ટને ટાર્ગેટ બનાવવાની ધમકી આપી છે.

અફઘાન સ્થિત આ સંગઠનની પાકિસ્તાનમાં કાર્યરત આઇએસ ખુશરાન દ્વારા વેસ્ટ ઇન્ડિઝમાં ક્રિકેટ વર્લ્ડ કપ દરમ્યાન ત્રાસવાદી હુમલાની ધમકી આપી છે. જોકે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ ક્રિકેટરો ઉપરાંત પ્રેક્ષકોને તમામ સુરક્ષાની ખાતરી આપી છે. ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન તા. 2 થી 29 જુન દરમ્યાન વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં બંનેમાં યોજાઇ રહ્યું છે.

વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડના સીઇઓ જોની ગ્રેવે જણાવ્યું હતું કે, અમે આઇસીસી સાથે સહયોગ કરીને ક્રિકેટ મેચને સુરક્ષા આપવા માટે વધુ પ્રયાસો કરીએ છીએ ખાસ કરીને વેસ્ટ ઇન્ડિઝના જે શહેરોમાં આ સ્પર્ધાના મેચ યોજાવાના છે ત્યાં સુરક્ષા ઉપાયો વધુ સુરક્ષીત બનાવાયા છે. સ્થાનિક સ્તરે શકદારો અંગે તપાસ કરવામાં આવી છે.

બાર્બાડોઝમાં રિઝયોનલ અધિકારીઓએ પણ આ પ્રકારની ધમકી મળી હોવાનું સ્વીકાર્યુ હતું અને નસીર પાકિસ્તાન દ્વારા આ ધમકી ભર્યા સંદેશા મોકલાયા હતા. વેસ્ટ ઇન્ડિઝમાં બાર્બાડોઝ ઉપરાંત ગુયાના, એન્ટી ગોવા, બર્બુડા, સેન્ટ વિન્સેન, લુસીયા તેમજ ટોબેડામાં વર્લ્ડ કપના મેચ રમાવાના છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj