દીપિકા પાદુકોણ માતા બનવા જઈ રહી છે. સપ્ટેમ્બર 2024માં દીપિકા અને રણવીરસિંહના ઘરે એક નાનકડા મહેમાનનું આગમન થવાનું છે. જો કે, દીપિકા હજુ પણ પોતાનું કામ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. તેની કેટલીક તસવીરો સામે આવી છે જે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઈનના સેટની છે.
રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ સિંઘમ અગેઈનમાં દીપિકા પાદુકોણ લેડી સિંઘમના રોલમાં જોવા મળશે. વાયરલ થઈ રહેલી તસવીરોમાં દીપિકા પાદુકોણનો બેબી બમ્પ પણ જોઈ શકાય છે.
આ પહેલીવાર છે જયારે અભિનેત્રી આવા ફીટ કરેલા કપડામાં જોવા મળી છે જેમાં લોકોનું ધ્યાન તેના પેટ તરફ જાય છે. જે સહેજ ઉંચે સ્પષ્ટ દેખાય છે. આ ફિલ્મની એકશન સિકવન્સ શૂટ કરવા માટે તે સેટ પર પહોંચી હતી જયાંથી આ તસવીરો વાયરલ થઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy