નવી દિલ્હી, તા 14
નવી સરકારના મંત્રાલયોએ તેમનું કામ શરૂ કરી દીધું છે. આ સાથે જ સામાન્ય બજેટ રજૂ કરવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરૂવારે કેન્દ્રીય બજેટ 2024-25ની તૈયારીઓ માટે વરિષ્ઠ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. નાણામંત્રીએ સંતુલિત અને અસરકારક બજેટ માટે સાવચેતીપૂર્વક આયોજન અને વ્યાપક વિશ્લેષણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર સામાન્ય બજેટ 22 જુલાઇના રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ, નાણા પ્રધાન સીતારમણે 1 ફેબ્રુઆરીએ સંસદમાં વર્ષ 2024-2025 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. વચગાળાના બજેટનો ઉદ્દેશ્ય સરકારી ખર્ચ અને આવશ્યક સેવાઓની સાતત્યતા સુનિશ્ચિત કરવાનો છે.જ્યાં સુધી નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ ન કરે.
હવે ચૂંટણી પરિણામો બાદ નાણામંત્રી સીતારમણ સતત સાતમું બજેટ રજૂ કરશે. આ વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ હશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે તેમના બીજા કાર્યકાળમાં બુધવારે સવારે ઔપચારિક રીતે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. નાણા સચિવ ટીવી સોમનાથન અને નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના અન્ય સચિવોએ નોર્થ બ્લોકમાં ઓફિસમાં તેમનું સ્વાગત કર્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy