લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ફરી સતાનો વિશ્વાસ દર્શાવતી મોદી સરકાર

મોબાઈલ ફ્રોડ રોકવા નવી સરકાર 100 દિવસમાં લાવશે એકશન પ્લાન

India | 16 April, 2024 | 09:58 AM
દરેક ઈનકમીંગ કોલમાં કોલર-આઈડી ફરજીયાત: સરકાર જ મિકેનીઝમ લાવશે: વ્યક્તિગત-નાના વેપારીઓ સાથે થતા મોબાઈલ સાયબર ફ્રોડ માટે ખાસ નેશનલ સાયબર સિકયોરીટી એજન્સી
સાંજ સમાચાર

નવી દિલ્હી: દેશમાં આવી રહેલી લોકસભા ચૂંટણીમાં ‘અબ કી બાર 400 કે પાર’ના નારા સાથે ભાજપ અને કેન્દ્રની મોદી સરકાર ચુંટણી પરિણામો પછી ફરી સરકારની રચનાના 100 દિવસનો જે એજન્ડા તૈયાર કરવાનો પ્રારંભ કર્યા છે તેમાં સરકાર મોબાઈલ ધારકો સાથે સાયબર ફ્રોડ સામે સુરક્ષાનો એકશન પ્લાન પણ અમલમાં મુકશે.

દેશમાં મોબાઈલ ધારકોની વધતી સંખ્યા તથા હવે ડીજીટલ બેન્કીંગ અને ઓનલાઈન પેમેન્ટ સહિતનું પ્રમાણ જે વધી રહ્યું છે તેના સાથે સાયબર ફ્રોડ પણ વધી રહ્યા છે અને લોકો ખૂબજ આસાનીથી તેનો શિકાર બને છે તથા નાણા ગુમાવે છે. આ પ્રકારના ફ્રોડ જે સામાન્ય વ્યક્તિઓને માટે જોખમ બની ગયા છે તેમ મોદી સરકારે હવે નવી સરકારના 100 દિવસમાં સરકાર જ કોલર, આઈડી, દરેક ફોન કોલ પર મોબાઈલ સ્ક્રીન પર જોવા મળે તે નિશ્ચિત કરશે.

હાલ કેટલાક પ્રાઈવેટ એપ. મારફત આ સેવા અપાય છે પણ ખુદ સરકાર જ કોલીંગ નેમ પ્રેઝન્ટેશન સર્વિસ લોન્ચ કરશે અને તેના અમલ તથા સમગ્ર રીતે આ પ્રકારના સાયબર ફ્રોડની સાથે કામ માટે નેશનલ સાયબર સિકયોરીટી એજન્સીની રચના કરશે.

આ એક સમગ્ર દેશની છત્ર ઓથોરિટી હશે જે ખાસ ડીજીટલ ફ્રોડ સામે જ કામ કરશે. ખાસ કરીને વ્યક્તિગત રીતે કે નાના વ્યાપારીઓ આ પ્રકારના ફ્રોડનો શિકાર બને છે તેને બચાવવા ખાસ પ્રોગ્રામ લોન્ચ કરાશે. ખાસ કરીને જેઓ આસાનીથી આ પ્રકારના ફ્રોડમાં ફસાય છે તેને સુરક્ષા સમયે મોબાઈલ સાયબર ફ્રોડ રોકવા કોલરના નંબર જ નહી તેનું નામ-ઓળખ નિશ્ચિત થશે જેથી કોલ લેનાર ને તેમાં સાવધાની રહેશે.

બેન્કો- વિમા કંપનીઓ કે માટે આ પ્રકારે સતાવાર ઓથોરિટીના નામે કોલ કરીને કે પછી ગુગલ પરના નંબરોના આધારે જે રીતે ફ્રોડ થાય છે તેમાં બચવાની તક મળશે. દરેક સિમ કાર્ડ ખરીદનારની ઓળખ હવે પ્રસ્થાપિત કરવામાં જે રીતે ખાસ પદ્ધતિ અપનાવાઈ છે તેથી કોલર આઈડી સરળ બનશે. ટેલીકોમ સેવા આપનાર કંપનીઓની જવાબદારી વધશે. કોલ ખરેખર કયાંથી આવ્યા છે તે પણ નિશ્ચિત કરવું પડશે.

આ વર્ષે લેવાયેલા પગલાઓ

♦ 1.30 કરોડ શંકાસ્પદ સીમકાર્ડ બ્લોક
♦ 70000 પોઈન્ટ ઓફ સેલ મશીનના કનેકશન રદ
♦ 15600 મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરાયા
♦ 20000 ફેક એસએમએસ હેન્ડલ રદ

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj