કિંગ્સ્ટન (સેન્ટ વિન્સેન્ટ), તા.15
દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગીસો રબાડા ટી-20 વર્લ્ડકપના સુપર-8 રાઉન્ડમાં સ્પર્ધાત્મક સ્કોર જોવાની આશા રાખે છે. ન્યૂયોર્કની પિચો પર વધુ પડતા ઉછાળાને કારણે રન બનાવવાનું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું હતું.
આ સુપર-8 મેચો વેસ્ટ ઇન્ડિઝમાં રમાશે. રબાડાએ કહ્યું, ‘મને આશા છે કે સ્થિતિ થોડી સારી હશે કારણ કે અમેરિકામાં ‘ડ્રોપ-ઇન’ પિચો હતી. તમને ખબર નથી કે આવી પીચો કેવી રીતે વર્તે છે.’ હવે અમારે વે.ઇન્ડિઝમાં રમવાનું છે, જ્યાં વર્ષોથી ક્રિકેટ રમાય છે. ત્યાંની વિકેટો પણ હવે સ્પર્ધાત્મક બનશે. અને રમવાની અને બોલિંગ ફેકવાની મજા આવશે.
રાશીદ પ્રદર્શનથી ખુશ:- ઇંગ્લેન્ડનો લેગ સ્પિનર આદિલ રાશિદ એવું માનવામાં આવે છે કે ટી-20 વર્લ્ડકપની ખરાબ શરૂઆતને કારણે તેને ઓમાન સામે તેની બોલીંગમાં વિવિધતાનો ઉપયોગથી ફાયદો થયો હતો.
તેણે કહ્યું, ‘ત્રણ-ચાર વિકેટ મેળવવી હંમેશા સારી હોય છે, પછી ભલે તે ઓમાન સામે હોય કે ઓસ્ટ્રેલિયા કે ભારત સામે. આજે મને સારું લાગ્યું. મારે માત્ર થોડી વિકેટ લેવાની જરૂર હતી.’
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy