જુનાગઢ તા.2
જુનાગઢ રેન્જના પોલીસ મહા નિરીક્ષક નીલેશ જાજડીયા જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓમાં ફરાર આરોપીઓને દબોચી લેવાની તાકીદ કરતા જુનાગઢ ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન નીચે ગઈકાલે મેંદરડા પીએસઆઈ એસ.એન. સોનારાને મળેલી બાતમીના આધારે ગોંડલ પોલીસમાં વર્ષ 2023માં નોંધાયેલ મોબાઈલ ચોરીનો ગુન્હેગાર આરોપી મેંદરડા સાત વડલા વિસ્તારમાં હોય જેની ખાત્રી કરતા આરોપી કિશોર ભાવેશ ગોહીલ (ઉ.35) રે. ઘાટવડ (કોડીનાર) વાળાને દબોચી લઈ આગવી ઢબે પુછપરછ કરતા મોબાઈલ ફોન ચોરી કર્યાની કબુલાત કરતા ગોંડલ પોલીસને જાણ કરવામાં આવતા ગોંડલ પોલીસે આરોપીનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy