સલમાનના ઘેર ફાયરીંગ કરનારાઓને હથિયાર પૂરા પાડનારનો પોલીસ કસ્ટડીમાં આપઘાત

India, Entertainment | 01 May, 2024 | 05:31 PM
આરોપી અનુજ થાપરે હોસ્પિટલમાં દમ તોડ્યો: પોલીસની કામગીરી સામે પ્રશ્ર્ન
સાંજ સમાચાર

મુંબઇ, તા.1
થોડા દિવસ પહેલા બોલીવૂડ સ્ટાર સલમાન ખાનના ઘર પર ફાયરીંગના કેસમાં આરોપીઓને હથિયાર પુરા પાડનાર આરોપીએ પોલીસ કસ્ટડીમાં આપઘાત કરતાં  સનસનાટી ફેલાઇ ગઇ છે.

આ અંગેની વિગત મુજબ વર્ષો પહેલા એક્ટર સલમાન ખાને ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટીંગ દરમિયાન કાળિયાર હરણનો શિકાર કર્યો હતો. કાળિયાર હરણને બિશ્નોઇ પૂજનીય માને છે. આ ઘટના બાદ બિશ્ર્નોઇ ગેંગનો ફિલ્મ હિરો સલમાન ખાન દુશ્મન બની ગયો છે.

લોરેન્સ બિશ્નોઇએ સલમાન ખાનનો જીવ લેવાના સોગંદ ખાધા છે. સલમાન પર હુમલાની અગાઉ પણ કોશિશો થઇ છે જેને પગલે પોલીસે સલમાન ખાનને ખાસ સુરક્ષા બંદોબસ્ત આપ્યો છે.

તાજેતરમાં સલમાન ખાનના બાન્દ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગોળીબારની ઘટના બની હતી. હવે આ  બનાવમાં આરોપીઓને હથિયાર પૂરા પાડવાના આરોપમાં અનુજ થાપર નામના શખ્સને પોલીસે પંજાબથી પકડી પાડ્યો હતો. આ અનુજે આજે પોલીસ કસ્ટડીમાં આપઘાત કર્યો હતો.

આપઘાતનો પ્રયાસ કરનાર અનુજ થાપરની હાલત ગંભીર હાલતમાં ખસેડાયો હતો જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસ કસ્ટડીમાં મોતથી આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj