મથુરામાં ચૂંટણી જંગમાં અબજોપતિ હેમામાલિની સામે સૌથી ગરીબ અપક્ષ ઉમેદવાર !

India, Entertainment, Politics, Lok Sabha Election 2024 | 24 April, 2024 | 05:13 PM
ભાજપના ઉમેદવાર હેમામાલિનીની 2.78 અબજની પ્રોપર્ટી સામે સંત પ્રવેશાનંદની સંપત્તિ માત્ર 6 હજાર રૂપિયા !
સાંજ સમાચાર

મથુરા, તા. 24
લોકસભા ચૂંટણીમાં જીત માટે ઉમેદવારો પાણીની જેમ પૈસા વહાવતા હોય છે. મોટા ભાગના ઉમેદવારો કરોડોપતિ- અબજોપતિ હોય છે ત્યારે લોકસભાની મથુરા સીટ પર ભાજપના અબજોપતિ ઉમેદવાર અને બોલિવુડની અબજોપતિ એકટ્રેસ હેમામાલિની સામે સૌથી ગરીબ ઉમેદવાર સંત પ્રવેશાનંદ પુરી ચૂંટણી જંગમાં ઉતર્યા છે.

સંત પ્રવેશાનંદ અપક્ષ ઉમેદવાર છે. જેની સંપત્તિ માત્ર 6 હજારની છે ! જેની સામે ભાજપના સાંસદના ઉમેદવાર  અને પૂર્વ ડ્રીમગર્લ હેમામાલિની પાસે અધધધ 2.78 અબજ રૂપિયાની સંપતિ છે.

અપક્ષ ઉમેદવાર સંત પ્રવેશાનંદનો આવકનો સ્ત્રોત છે મંદિરમાં સેવા પ્રવેશાનંદ પુરી મથુરાના બલદેવ પટલૌનીના નગલા મોહનમાં આવેલ પરમ જ્ઞાન આશ્રમના નિવાસી છે. તેમની આવકનો સોર્સ મંદિરમાં સેવા છે. 63 વર્ષીય પ્રવેશાનંદ પુરીના પિતાનું નામ કેશવાનંદ પુરી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj