લખનૌ,તા.24
ઉત્તરપ્રદેશના ઇટીયાથોક-ખરગુપુર રોડ પર બેંડુલી ગામ પાસે બાઇક પર જઇ રહેલા ચાર મિત્રોને રીલ બનાવવાનું ભારે પડી ગયું. બાઈક કાબુ બહાર જઈને ઝાડ સાથે અથડાઈ હતી, જેમાં ત્રણ મિત્રોના મોત થયા હતા જ્યારે ચોથો ગંભીર રીતે ઘાયલ છે.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બાઇક ચાલક અને સવારોએ હેલમેટ પહેરી ન હતી. પારસિયા બહોરીપુરના મજરા નૌશહરાના રહેવાસી બિલાલ તેના મિત્રો અહેમદ, રિઝવાન અને શાહિદ સાથે એક જ બાઇક પર ખરગુપુર માર્કેટ ગયા હતા. પરત ફરતી વખતે તેણે ચાલતી બાઇક પર પોતાના મોબાઇલથી રીલ બનાવવાનું શરૂ કર્યું હતું. ઇટીયાથોક-ખરગુપુર રોડ પર બેંડુલી ગામ પાસે, બાઇક પરથી કાબૂ ગુમાવતા રસ્તાની બાજુમાં આંબાના ઝાડ સાથે અથડાઈ હતી.
ચારેય મિત્રો બાઇક પરથી પડી જતાં ઘાયલ થયા હતા. તેઓને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખરગુપુર લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરે બિલાલ અને અહેમદને મૃત જાહેર કર્યા. શાહિદ અને રિઝવાનને પ્રાથમિક સારવાર બાદ મેડિકલ કોલેજ, ગોંડામાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન શાહિદનું પણ મોત થયું હતું.
રિઝવાનની હાલત ગંભીર છે. ઈન્ચાર્જ ઈન્સપેક્ટર વિવેક ત્રિવેદીએ જણાવ્યું કે, બાઇક સવાર તેના મોબાઈલ પર રીલ બનાવી રહ્યો હતો, જેના કારણે બાઈક અનિયંત્રિત થઈને ઝાડ સાથે અથડાયું હતું, જેમાં ત્રણ યુવકોના મોત થયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy