સાઉથના સ્ટાર્સને સિંગલ રોલથી સંતોષ નથી, ડબલ રોલનું ઘેલુ લાગ્યું!

India, Entertainment | 18 April, 2024 | 04:31 PM
‘દેવરા’ અને ‘વોર-2’માં જુનિયર એનટીઆર, થલપતિ વિજય તેની 1000 કરોડના બજેટની ફિલ્મ ‘ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ’ તો કમલહસન ‘ઈન્ડિયન-2’માં ડબલ રોલમાં ચમકી રહ્યા છે.
સાંજ સમાચાર

મુંબઈ: સાઉથનાં સ્ટાર્સને પણ હવે પાન ઈન્ડીયા ફિલ્મોનું ઘેલુ લાગ્યુ છે અને તેમણે બીગ બજેટ ફિલ્મોની તૈયારી શરૂ કરી દીધી છે. સાઉથના ઓડીયન્સને ડબલ રોલવાળી ફિલ્મો પસંદ આવતી હોય છે અને આ ટ્રેન્ડને ફોલો કરતા સાઉથના સ્ટાર્સનો ડબલ રોલ ધરાવતી છ ફિલ્મો બની રહી છે.

 

દેવરા અને વોર-2 માં જુનિયર એનટીઆર
Devara new poster out: Jr NTR is king of the sea in his next | Telugu News  - The Indian Expressઆરઆરની સફળતા પછી જુનીયર એનટીઆરની ડીમાન્ડ વધી છે આ વર્ષે તેમની બીગ બજેટ ફીલ્મ દેવરા પાર્ટ 1 રીલીઝ થવાની છે. તેમાં જહાનવી કપુર અને સૈફઅલીખાન પણ મહત્વના રોલમાં છે.10 ઓકટોબરે તેને રીલીઝ કરવાનો પ્લાન છે. દેવરા પાર્ટ-1 માટે 300 કરોડનું બજેટ છે.આ ફીલ્મમાં જુનીયર એનટીઆરનાં ટ્રીપલ રોલ હોવાનૂં કહેવાય છે.

મેકર્સ તરફથી આ અંગે ખુલાસો થયો નથી. ફીલ્મનાં પોસ્ટરમાં પણ જુનીયર એનટીઆરનો એક જ લુક જોવા મળે છે. જેથી બીજા પાર્ટમાં તેમનો અલગ અવતાર આવે તેવી શકયતા છે. સાઉથનો સ્ટાર બોલીવુડના મોટા બેનર માટે પણ માનીતો બન્યો છે.

યશરાજ ફિલ્મના સ્પાય યુનિવર્સમાં જુનીયર એનટીઆરની પસંદગી થઈ છે. રીતીક રોશન સાથે વોર 2 માં જુનીયર એનટીઆરને વિલનનો રોલ અપાયો છે. આ ફીલ્મમાં તેમનાં ડબલ રોલ હોવાનૂં કહેવાય છે. એક રોલમાં જુનીયર એનટીઆર પોઝીટીવ કેરેકટરમાં જોવા મળશે.જયારે બીજા રોલમાં તે ખુંખાર વિલન બન્યો છે.

 

થલપતિ વિજયની 1000 કરોડની ફિલ્મ
થલપતી વિજયે એકટીંગને અલવિદા કહી રાજકારણમાં ઝંપલાવવાનું એલાન કરી દીધુ છે. તેમની સેક્ધડ લાસ્ટ ફિલ્મ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ છે આ ફીલ્મને વેંકટ પ્રભુ ડાયરેકટ કરી રહ્યા છે.ફીલ્મના પોસ્ટર પરથી વિજયના ડબલ રોલ હોવાનું લાગે છે.એક લૂકમાં વિજયને યંગ બતાવવામાં આવ્યા છે.જયારે બીજામાં તે ઉંમર લાયક છે.આમ પિતા-પુત્રના રોલમાં વિજય જોવા મળે છે. આ ફીલ્મને સાયન્સ ફિકશન કહેવામાં આવે છે. જે ટાઈમ ટ્રાવેલીંગની વાત કરે છે.ફિલ્મની રીલીઝ ડેટ હજુ જાહેર થઈ નથી.

સુર્યાને હંફાવશે બોબીદેઓલ
Kanguva: Suriya unveils first look of Bobby Deol as Udhiran, fans react -  Hindustan Timesતમિલ સુપરસ્ટાર સુર્યાની ‘કંગુવા’નુ ટીઝર તાજેતરમાં રીલીઝ થયુ હતું. સુર્યાના એકશન અવતારની સાથે બોબીદેઓલનો ખુંખાર લુક તેમાં જોવા મળે છે. આ પીરીયડ ડ્રામાને સિરૂચાઈ શિવા ડાયરેકટ કરી રહ્યા છે અને તેનું બજેટ રૂા.300 કરોડનુ મનાય છે. ફીલ્મનાં ટીઝરમાં સુર્યનાં ડબલ રોલ અંગે ખુલાસો થયો ન હતો.પરંતુ 6 એપ્રિલ સુર્યાએ એક પોસ્ટર શેર કરીને પોતાના બન્ને કેરેકટરની ઝલક આપી હતી. ફિલ્મની સ્ટોરીમાં પણ બે ટાઈમલાઈન છે. તેમાં 500 વર્ષ પહેલાના સમય અને હાલના સમયને રજુ કરવામાં આવશે. જોકે બોબીદેઓલની ટકકર એક જ સુર્યા સાથે છે.જે 500 વર્ષ અગાઉની ઘટનામાં જોવા મળશે.

 

કિયારા અને રામચરણની ગેમ ચેન્જર જોડી
Amazon Prime buys Ram Charan's Game Changer for Rs...હાલની સફળતા પછી જુનીયર એનટીઆર દેવરા સાથે કમબેક કરી રહ્યા છે તેમના પાર્ટનર રામચરણની આગામી ફીલ્મ ગેમ ચેન્જર છે. આ ફીલ્મની પાન ઈન્ડીયા રીલીઝ માટે કિયારા અડવાણીને લીડ રોલ અપાયો છે.તમિલ ડાયરેકટર એસ.શંકર તેને બનાવી રહ્યા છે. ફિલ્મ બનવાની શરૂઆત થઈ ત્યારે રૂા.250 કરોડનું બજેટ રખાયુ હતું. જોકે પ્રોડકશન દરમ્યાન તેનો ખર્ચ વધીને 400 કરોડ થયો હોવાનું કહેવાય છે.

ફીલ્મમાં રામચરણે પિતા-પુત્રનો રોલ કર્યો છે.ફીલ્મની સ્ટોરીમાં રાજયનાં ભ્રષ્ટ મુખ્યમંત્રી અને ઈમાનદાર આઈએએસ ઓફીસર વચ્ચેનો સંઘર્ષ જોવા મળશે. ફીલ્મમાં પિતાની સ્ટોરી ફલેશ બેકમાં ચાલશે.જયારે દીકરાનાં કેરેકટરમાં હાલનો,સમય બતાવવામાં આવશે.

 

જૂનમાં ઈન્ડિયન-2 નું આગમન
Tamil films to look out for in 2024: The Greatest of All Time to Indian 2  and Vettaiyanકમલ હસનની ફીલ્મ ઈન્ડીયન બ્લોક બસ્ટર રહી હતી 22 વર્ષે તેની સીકવલ આવી રહી છે. જે 13 જુને થીયેટરમાં રીલીઝ થવાની છે. પહેલા પાર્ટમાં કમલ હસનના ડબલ રોલ હતા વળી આ ફીલ્મની ઓળખ જ ડબલ રોલનાં કારણે ઉભી થઈ હત. સીકવલમાં પણ ડબલ રોલ રખાય તેવી શકયતા છે. કમલ હસનના ડબલ રોલ અંગે સતાવાર ખુલાસો થયો નથી. પરંતુ તેમાં દેશભકિત અને દેશદ્રોહીઓ વચ્ચે ભયંકર લડાઈ જોવા મળશે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj