હવામાન વિભાગે ચૂંટણી કેન્દ્રીત તથા રેલવે પ્રવાસીઓ માટે ‘વિશેષ’ બુલેટીન શરૂ કર્યુ

મે માસના બે સપ્તાહમાં સર્વોચ્ચ તાપમાન હશે: હીટવેવ જ નહિં ‘હીટ-સ્ટ્રેસ’ પણ વધશે

India, Politics, Lok Sabha Election 2024 | 24 April, 2024 | 05:44 PM
આકરા તાપ વખતે જ 4થા અને 5 માં તબકકાના મતદાન: ગુજરાતના ત્રીજા તબકકા વખતે પણ ‘સુર્યકોપ’ની આશંકા
સાંજ સમાચાર

નવી દિલ્હી તા.24
 દેશના મોટાભાગનાં ક્ષેત્રોમાં આકરા તાપમાન વચ્ચે આવતા દિવસોમાં તથા ખાસ કરીને મે મહિનાનાં બે અઠવાડીયામાં ગરમી પરાકાષ્ઠાએ પહોંચવા સાથે હીટવેવની હાલત સર્જાવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે. આ સમય ગાળામાં લોકસભાનાં 4થા અને 5 માં તબકકાનું મતદાન થવાનું છે અને તેમાં અસર થઈ શકવાની આશંકા છે.

હવામાન વિભાગે રેલવે તથા લોકસભાની ચૂંટણી આધારીત હીટવેવ સંબંધી વિશેષ આગાહી આપવાનું જાહેર કર્યું છે. એપ્રિલથી જુનમાં ઘણો આકરો-બળબળતો તાપ પડવાની આગાહી સાથેની ચેતવણી હવામાન વિભાગે અગાઉ જ આપી છે. આ સંજોગોમાં વિભાગ દ્વારા ઉનાળામાં વેકેશન પ્રવાસે જતા રેલવે પ્રવાસીઓ તથા લોકસભા ચૂંટણી મતદાનને ધ્યાને રાખીને ખાસ હીટવેવ આગાહીની શરૂઆત કરવામાં આવી છે. છેલ્લા ત્રણ અઠવાડીયા દરમ્યાન ગુજરાત, ઓડીશા, મહારાષ્ટ્ર બિહાર, પશ્ર્ચિમ બંગાળ, રાજસ્થાન જેવા રાજયો હીટવેવમાં સપડાયા જ હતા.

લોકસભા ચૂંટણીમાં હજુ મતદાનના છ તબકકા બાકી છે. 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે તથા 1 જુનના રોજ મતદાન થવાના છે.મતદાનના દિવસનાં તાપમાન વિશે વાકેફ રહી શકશે અને જરૂરીયાત માનવીનાં આરોગ્યને સીધી અસર કરતા રાત્રીનાં તાપમાન, પવનની ગતિ તથા તાપમાનનાં આંકડા પણ આપશે.

ભારતમાં મે મહિનાના બીજા અને ત્રીજા અઠવાડીયામાં તાપમાન સર્વોચ્ચ સ્તરે પહોંચશે. હીટવેવ જેવી સ્થિતિ રહેશે. આ સમયગાળામાં 4થા અને 5માં તબકકાનું મતદાન થવાનું છે. ઓડીશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા જેવા રાજયો આકરી ગરમીના જોખમી ઝોનમાં છે.ગુજરાતમાં 7 મેએ મતદાન છે ત્યારે પણ પારો ઉંચો જ રહી શકે છે.

 તાપમાનનો પારો નોર્મલ કરતાં 4.5 ડીગ્રી યધુ તાપ અથવા 45 ડીગ્રીને વટાવે તો હવામાન વિભાગ હીટવેવની સ્થિતિ જાહેર કરે છે. સામાન્ય રીતે હીટવેવ 2 થી 7 દિવસ ચાલતા હોય છે. પરંતુ 2024 અસામાન્ય રહે તેમ હોવાથી હીટવેવનો ગાળો વધુ દિવસો રહેવાની ભીતિ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj