તમામ શાળાઓમાં તપાસ પૂર્ણ: વિસ્ફોટક સહિત કઈ વાંધાજનક ન મળ્યું

દિલ્હી શાળાઓને ધમકીભર્યા મેલ રશિયન સર્વરથી મોકલાયો હતો: ઈન્ટરપોલ તપાસમાં જોડાશે

India, World | 01 May, 2024 | 05:40 PM
દિલ્હી પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હવે ઈ-મેલ મોકલનારની ઓળખ નિશ્ર્ચિત કરવા કાર્યવાહી
સાંજ સમાચાર

► પાંચ શાળાઓને જ મેલ મોકલાયો: સ્થાનિક કનેકશન પણ હોવાની આશંકા

► ઉપરાજયપાલ અને દિલ્હી સરકારના મંત્રીઓએ પણ શાળામાં જઈને પરીસ્થિતિની માહિતી મેળવી

 

નવી દિલ્હી, તા.1

પાટનગર નવી દિલ્હી ઉપરાંત નોઈડા સહિતના ક્ષેત્રમાં આજે વહેલી સવારે 100 જેટલી શાળાઓને મળેલા એક ધમકીભર્યા અને જેહાદી સ્ટાઈલના ઈ-મેલમા આ શાળાઓમાં બોમ્બ મુકાયા હોવાથી અને તે ગમે તે સમયે વિસ્ફોટ થશે તેવી ધમકીમાં મેલમાં અપાઈ હતી અને તેના પગલે આ તમામ શાળામાં જયાં હજું શૈક્ષણિક કાર્ય ચાલુ થઈ રહ્યું હતું ત્યાં તુર્તજ બાળકો અને શાળાના શિક્ષકો સહિત તમામને સુરક્ષિત કરી દેવાયા હતા. એક બાદ એક શાળા જેમાં દિલ્હી પબ્લીક સ્કુલની દ્વારીકા અને સંસ્કૃતિ ઉપરાંત નોઈડાની શાળાનો પણ સમાવેશ થતો હતો.

ત્યાં તુર્તજ દિલ્હી પોલીસની બોમ્બ વિરોધી ટુકડીઓ અને સ્નીફર ડોગ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા પણ લગભગ ચાર કલાકની તપાસમાં કોઈ શાળામાંથી બોમ્બ કે કોઈ વાંધાજનક મળી ન આવતા હાશકારો સર્જાયો હતો. બાદમાં દિલ્હી પોલીસની સાયબર શાખાએ ઈ-મેલનું પગેરુ સર્વરમાં શોધી કાઢયું હતું. આમ વિદેશમાંથી મળેલા આ ઈ-મેલ યાદવ રશ્મિન ભેજુ અથવા તેની સાથે સંકળાયેલા કક્ષાનું કૃત્ય હોવાનું બહાર આવ્યું હતું.

આ સ્થિતિની ગંભીરતા જોતા ખુદ ઉપરાજયપાલ વિજય સકસેના અને ઉચ્ચ અધિકારી તથા દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારના સિનીયર મંત્રી આતિષી સહિતના કેબીનેટ મંત્રીઓ પણ એક બાદ એક શાળાઓમાં દોડી ગયા હતા અને પરીસ્થિતિની સમીક્ષા કરી હતી. જો કે આ એક પોકળ અને ગભરાટ ફેલાવવાનું કૃત્ય હોવાનું બહાર આવ્યુ છે. હવે આ ઈ-મેલનું પગેરુ શોધવા ઈન્ટરપોલની મદદ લેવાશે.

તમામ શાળાઓને એક જ સમાન ઈ-મેલ એક જ સમયે મોકલાયો હતો અને દિલ્હી તથા નોઈડાની પાંચ ગણી શકાય તેવી શાળાઓને ટાર્ગેટ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસ પ્રવકતા સુમન વલવાએ જણાવ્યું કે અમોએ દરેક શાળાનો સંપર્ક કરી તેઓને આ ઈ-મેલ મળ્યો હોવા અંગે પુછપરછ કરી હતી તથા બાળકોને પણ શાળાએથી તેમના ઘરે સલામત પહોંચાડવામાં સહાયતા કરી હતી.

ઈ-મેલ જે રીતે પસંદગીની શાળાઓમાં મોકલાયો તેથી તેનું સ્થાનિક કનેકશન હોવા અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. એક વખત ઈ-મેલ મોકલનારની ઓળખ મળે પછી તેમાં વધુ તપાસ કરાશે. એક તબકકે હજારો વિદ્યાર્થીઓના માતા-પિતામાં પણ તેમના સંતાનોની ચિંતા કરતા શાળાએ દોડી ગયા હતા. શાળા સંચાલકોએ પણ વિદ્યાર્થીઓને સુરક્ષિત કરવાના પગલા લીધા હતા.

► જેહાદની આગ અમારા દિલોમાં લાગી ગઇ છે: તમે સળગી ઉઠશો
છત બાજુ જુઓ તમારા શરીરના ટુકડા થશે: પગ નીચે આગ લાગશે: તમામ શાળાઓને મળેલા ઈ-મેલ એક જ આઈપી એડ્રેસથી મોકલાયા હોવાના સંકેત
પાટનગરમાં સૌથી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઇ-મેઇલમાં ભારોભાર જેહાદી ભાષાનો ઉપયોગ થયો છે. આ ઇ-મેઇલ તમામ શાળાઓને એક સરખો મળ્યો હતો અને તેમાં લખાયું છે કે અમારા હાથમાં જે લોખંડ છે તે અમારા દિલને ગળે વળગાડે છે.

ઇંશાઅલ્લાહ અમે તેને હવામાં ઉડાડીને તમારા શરીરના ટુકડે-ટુકડા કરી દેશું. તમારા શરીરને ચીરી નાખીશું, તમારી ગરદન અને ચહેરો ફાડી નાખશું, અલ્લાહની મરજી થઇ તો તમને આગમાં લપેટી દેશું જેના કારણે તમારો શ્વાસ ઘુંટાઇ જશે. કાફીરોને માટે જહન્નુમની આગ અલગ છે.

તમે એ જ આગમાં સળગી જશો. ઇ-મેઇલમાં એ પણ લખાયું છે કે તમારા જે બુરાઇ સર્જવામાં આવી છે. તેનો ધુમાડો આકાશમાંથી ઉતરશે. અમારા દિલમાં જેહાદની આગ લગાવી દેવાઇ છે અને અમે આગ બની ગયા છીએ. ઇંશાઅલ્લાહ ફકત બદલાની જ તરફેણ કરે છે.
 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj