રાજકોટ, તા.2
મવડી પ્લોટ વિસ્તારના યુવકે ફેફસાંની બીમારીથી કંટાળી પોતાનાં ઘરે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું. બનાવની અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
બનાવની વિગત મુજબ વિજયભાઈ વિઠ્ઠલભાઈ લિંબાસિયા (ઉ.વ.42 રહે- ન્યુ રાજદીપ સોસાયટી મવડી પ્લોટ 150 ફૂટ રિંગ રોડ) નામનાં યુવકે ગઈ કાલે સાંજના સમયે પોતાનાં ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં યુવકે દમ તોડી દિધો હતો. યુવક સેન્ટીગનું કામ કરતો હતો. મૃતકને ફેફસાંને બીમારી હતી. જે બીમારીથી કંટાળી યુવકે આપઘાત કર્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું.તેઓ બે ભાઈ અને એક બહેનમાં મોટા હતાં. બે દિકરી અને એક દિકરાએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy