નવી દિલ્હી તા.16
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સતત વધી રહેલા તનાવના કારણે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલીવનની આ સપ્તાહની ભારત મુલાકાત રદ કરવામાં આવી છે. ઈઝરાયેલ દ્વારા સીરીયા સ્થિત ઈરાનના દૂતાવાસ પર કરાયેલા હુમલાના પગલે ઈરાને પણ શનિવારે ઈઝરાયેલ પર 300થી વધુ મિસાઈલો દાગ્યા હતા અને હવે ફરી ઈઝરાયેલ ઈરાન પર હુમલો કરે તેવી શકયતા છે.
તે વચ્ચે અમેરિકાના રાષ્ટ્રીય સલાહકાર જેક સુલીવન ગુરૂવારે ભારત આવવાના હતા પરંતુ તે મુલાકાત હાલ મુલત્વી રહી છે. અગાઉ ફેબ્રુઆરીમાં પણ તેમની ભારત મુલાકાત આખરી ઘડીએ રદ થઈ હતી. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો તનાવ ભડકે નહી તે માટે અમેરિકા સતત પ્રયાસ કરી રહ્યું છે અને તેથી આ મુલાકાત રદ થઈ હોય તેમ મનાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy