ન્યુયોર્ક (અમેરિકા),તા.24
આજે સંયુક્ત રાષ્ટ્રમાં અંતરિક્ષમાં પરમાણુ હથિયાર મુદે રશિયા અને અમેરિકા વચ્ચે ટકરાવ થઈ શકે છે. અંતરિક્ષમાં પરમાણુ હથિયાર સહિતના હથિયારોને લઈને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં મતદાન થશે. જો કે બાહરી અંતરિક્ષમાં હથિયારોની હોડને રોકવા માટે દેશોને સહમતીનો અમેરિકાએ પ્રસ્તાવ તૈયાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, કેટલાક સમય પહેલા અમેરિકાએ રશિયા પર આરોપ લગાવ્યો હતો કે તે એન્ટી સેટેલાઈટ પરમાણુ હથિયાર વિકસીત કરી રહ્યું છે, જો કે રશિયાના રક્ષામંત્રીએ અમેરિકાના આ આરોપને ફગાવી દીધો હતો.
બીજી બાજુ કેટલાક રાજનીતિજ્ઞોનું માનીએ તો બાહરી અંતરિક્ષમાં હથિયારોની હોડને રોકવા દેશોની સહમતીનો અમેરિકાનો પ્રસ્તાવ રશિયા રોકી શકે છે. જયારે અમેરિકાએ પણ આ પગલુ મોસ્કો પર અંતરિક્ષમાં એન્ટી સેટેલાઈટ પરમાણુ હથિયાર વિકસીત કરવાનો આરોપ લગાવ્યા બાદ જ ઉઠાવ્યું.
ખરેખર તો સંયુક્ત રાષ્ટ્રમાં શુક્રવારે અમેરિકી રાજદૂત લિંડા થોમસ ગ્રીન ફિલ્ડ અને જાપાનના સંયુક્ત રાષ્ટ્ર રાજદૂત યામાજાકી કાજુયુકીએ નિવેદન આપ્યું હતું કે તેઓ 6 સપ્તાહથી પ્રસ્તાવ પર સુરક્ષા પરિષદના સભ્યો સાથે વાતચીત કરી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy