રાજકોટ, તા.1
કામ ન મળતાં યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નવાગામમાં રહેતાં વિશાલ મોરીએ પોતાનાં ઘરે ઝેરી દવા પી લેતાં પરિવારમાં ચિંતાની લાગણી પ્રસરી છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.બનાવની વિગત મુજબ વિશાલ નરેન્દ્રભાઈ મોરી (ઉ.વ.19 રહે- નવાગામ ગણેશનગર સ્લમ કવાર્ટર પાછળ) નામનાં યુવકે ગઈ કાલે બપોરના પોતાનાં ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
યુવકને ત્રણેક વર્ષથી કામ બરોબર મળતું ન હોય અને તેઓનાં પિતા કોરોનામાં મૃત્યુ પામ્યાં હતાં. જેથી આર્થિક સાંકળામણ હતી. તેઓની માતા ખાનગી ઓફિસમાં પ્યુન તરીકે નોકરી કરે છે. યુવકને ત્રણેક વર્ષથી સરખું કામ ન મળવાથી ગઈ કાલે બપોરે પોતાનાં ઘરે ઝેરી દવા પી લીધી હતી. બાદ યુવકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેઓ બે ભાઈમાં મોટો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy