રાજકોટ તા.14
મવડીમાં ખીજડાવાળા મેઈન રોડ પર રહેતા કુખ્યાત હીસ્ટ્રીશીટર વિપુલ બગથરીયાને દેશી તમંચા સાથે ઝડપી પાડયા હતો. અગાઉ થયેલ બે ત્રણ મારામારી મામલે બચાવમાં તમંચો રાખ્યો હોવાનું આરોપીએ રટણ કરતા પોલીસે રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ જે.આર. દેસાઈની રાહબરીમાં પીએસઆઈ બી.એસ. ગજેરા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે હે.કો. અજય વિકમા, કો. જયદીપસિંહ ભટ્ટી, મયુરદાન બાટીને વિશ્ર્વનગર આવાસ યોજના કવાર્ટરના ખૂણા પાસે એક શખ્સ દેશી તમંચા સાથે ઉભો હોવાની મળેલ ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી વિપુલ પ્રવિણ બગથરીયા (ઉ.28) રહે. વિશ્ર્વનગર આવાસ યોજના કવાર્ટર ખીજડાવાળો મેઈન રોડને પકડી તેની પાસેથી દેશી બનાવટનો તમંચો કબ્જે કર્યો હતો.
પોલીસ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે તમંચા સાથે પકડાયેલા શખ્સે 15 દિવસ પહેલા રામો સોલંકી નામના શખ્સ પાસેથી તમંચો પોતાને બે ત્રણ જગ્યાએ ચાલતી માથાકૂટના કારણે બચાવ માટે લીધો હતો. બે દિવસ પહેલા પણ તેને માથાકૂટ થતા અનલોડેડ તમંચો બતાવી રોફ જમાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કુખ્યાત વિપુલ બગથરીયા વિરૂધ્ધ અલગ અલગ પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ, ખુની હુમલો, મારામારી, દારૂ, જુગાર સહિતના 24થી વધુ ગુના નોંધાયેલ છે.
► હીસ્ટ્રીશીટરે જેમની પાસેથી તમંચો લીધો તેમનું અઠવાડીયા પહેલા અવસાન થય
રાજકોટ તા.14
હીસ્ટ્રીશીટર વિપુલ બગથરીયાએ 15 દિવસ પહેલા રામા સોલંકી પાસેથી હથીયાર લીધુ હતું. તેમનું અઠવાડીયા પહેલા જ મોત નિપજયું હતું. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રામા સોલંકી ઉપર પણ આર્મ્સ એકટ સહિતના ગુના નોંધાયેલા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy