નગારે ઘા: પ્રથમ તબકકામાં કાલે 102 બેઠકો પર મતદાન

India, Politics, Lok Sabha Election 2024 | 18 April, 2024 | 12:28 PM
21 રાજયો-કેન્દ્રશાસિત પ્રદેશોની બેઠકો પર 1625 ઉમેદવારો વચ્ચે જંગ: ગડકરી સહિત 8 કેન્દ્રીય પ્રધાનો, બે પૂર્વ મુખ્યમંત્રી,એક પૂર્વ રાજયપાલ સહિત અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ ઘડાશે: સર્વત્ર લોખંડી સુરક્ષા ગોઠવણ
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.18
દેશમાં સાત તબકકામાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં પ્રથમ તબકકાની 102 બેઠકો માટે આવતીકાલે મતદાન થશે. 21 રાજયોની આ બેઠકોમાં મતદાન માટેની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. 1625 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. સુરક્ષા સહીતની તમામ પ્રકારની જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે.

લોકસભાની પ્રથમ તબકકામાં 21 રાજયોની 102 બેઠકો પરના પ્રચાર પડઘમ ગઈસાંજે જ શાંત થઈ ગયા હતા. આવતીકાલે મતદાન પૂર્વે રાજકીય પક્ષો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર સાથે અંતિમ ઘડીની વ્યુહરચના તૈયાર કરવામાં આવી છે.પ્રથમ તબકકાની 102 બેઠકોની ચૂંટણીમાં કુલ 1625 ઉમેદવારો મેદાનમાં છે. તેમાં આઠ કેન્દ્રીય પ્રધાનો બે પૂર્વ મુખ્યમંત્રી તથા એક પૂર્વ રાજયપાલ સામેલ છે.

આવતીકાલનાં મતદાનમાં સામેલ 102 બેઠકોમાં તામીલનાડુની તમામ 39 બેઠકોનો સમાવેશ થાય છે. આ સિવાય રાજસ્થાનમાં 12, ઉતર પ્રદેશમાં 8, ઉતરાખંડમાં તમામ પાંચ, અરૂણાચલ પ્રદેશની બે બિહારની ચાર, છતીસગઢની એક, આસામની ચાર, મધ્યપ્રદેશની 6, મહારાષ્ટ્રની પાંચ, મણીપુરની બે, મેઘાલયની બે, મિઝોરમ-ત્રિપુરાની એક એક તથા પશ્ર્ચિમ બંગાલની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે. કેન્દ્ર શાસીત પ્રદેશો જમ્મુ-કાશ્મીર, આંદામાન નિકોબાર, લક્ષદ્વિપ તથા પોંડીચેરીમાં એક એક બેઠકો પર પણ મતદાન થશે.

ભાજપ સહીતનાં રાજકીય પક્ષોનાં દિગ્ગજ સહીત કુલ 1625 ઉમેદવારોનાં ભાવીનો ફેંસલો કાલના મતદાનમાં થશે. જેમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતીન ગડકરી, સોનોવાલ, સંજીવ બાલીતાઉ, જીતેન્દ્રસિંહ, ભૂપેન્દ્ર યાદવ, અર્જુનરામ મેઘવાલ તથા એલા ગુરૂગનનો સમાવેશ થાય છે.

આ સિવાય ઉતરાખંડનાં પૂર્વ મુખ્યમંત્રી પ્રિવેન્દ્રસિંહ રાવત, હરીદ્વારથી ત્રીપુરાનાં પૂર્વ મુખ્યમંત્રી બિખલદેવ પણ પશ્ચિમ ત્રીપુરાની બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. તમીલનાડુનાં ભાજપ પ્રમુખ અન્નામલાઈ, પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમ, પુત્ર કાર્તિ ચિદમ્બર, પૂર્વ રાજયપાલ તમિલીઆઈ જેવા દિગ્ગજોની બેઠકો પર પણ કાલે મતદાન યોજાવાનું છે.

પ્રથમ તબકકાના ચૂંટણી પ્રચારમાં તમામ રાજકીય પક્ષોનાં રાષ્ટ્રીય-સીનીયર નેતાઓએ પ્રચારમાં ઝંપલાવ્યુ હતું. નરેન્દ્ર મોદી, અમીત શાહ, જે.પી.નડ્ડા, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લીકાર્જુન ખડગે સહીતનાં નેતાઓએ અંતિમ દિવસોમાં તમામ તાકાત કામે લગાવી હતી.

લોકસભા ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે અર્ધ લશ્કરી દળોથી માંડીને વિવિધ સુરક્ષા એજન્સીઓનાં હજારો જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ, છતીસગઢ, સહીતની સંવેદનશીલ બેઠકોમાં વધારાની સુરક્ષા ગોઠવણો કરવામાં આવી છે. ચૂંટણી મતદાન શાંતિપૂર્વક અને ન્યાયીક રીતે થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા છેલ્લી ઘડીની સમીક્ષા કરવામાં આવી હતી.

 

4થા તબકકાની 96 બેઠકો માટે ચૂંટણી જાહેરનામું
આવતીકાલે પ્રથમ તબકકાની 102 બેઠકો પર મતદાન થવાનું છે. તે પૂર્વે આજે ચોથા તબકકાનું ચૂંટણી જાહેરનામું જારી કરવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણીનાં ચોથા તબકકામાં 13 મેના રોજ મતદાન યોજાશે. તેમાં આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડીશા, તેલંગાણા, ઉતરપ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ તથા જમ્મુ-કાશ્મીર જેવા 10 રાજયોની 96 બેઠકોનો સમાવેશ થશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj