બીજો તબકકો : શું ભાજપની ‘કેરળ સ્ટોરી’ને ઓપનીંગ મળશે? સરસાઇ જાળવી રાખવાનો પણ પડકાર

India, Politics, Lok Sabha Election 2024 | 26 April, 2024 | 12:27 PM
► પ્રથમ તબકકાના પ્રચારમાં પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને રામ મંદિર હતા બીજા તબકકામાં આ મુદાઓ ગાયબ થયા અને મંગલસુત્રથી લઇ મિલ્કત અને મુસલમાન જેવા મુદાઓ પર પ્રચાર થયો
સાંજ સમાચાર

► આજે 13 રાજયોની 88 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે જેમાં ભાજપને 2019માં સરસાઇ મળી હતી અને સાથી પક્ષો સહિત 65 બેઠકો પર વિજય મેળવ્યો હતો જયારે હાલના ઇન્ડી. ગઠબંધને 23 બેઠકો જીતી હતી, ભાજપ સામે સૌપ્રથમ સરસાઇ જાળવી રાખવાનો પડકાર છે

► મહત્વનું એ છે કે, પ્રથમ તબકકામાં તામિલનાડુ ભાજપના આક્રમણના કેન્દ્રમાં હતું અને પક્ષ હજુ ઝીરો પર રહે તેવા સંકેત છે તો બીજા તબકકામાં કેરળમાં ભાજપે પ્રથમ વખત બેઠક જીતવાની છે અને તેમાં પણ કેન્દ્રીય મંત્રીની પ્રતિષ્ઠા દાવ પર લગાવી છે, શું દક્ષિણના આ રાજયોમાં ભાજપને એન્ટ્રી મળશે

► મહત્વનું એ છે કે પ્રથમ તબકકામાં તામિલનાડુ ભાજપના આક્રમણના કેન્દ્રમાં હતું અને પક્ષ હજુ ઝીરો પર રહે તેવા સંકેત છે તો બીજા તબકકામાં કેરળમાં ભાજપે પ્રથમ વખત બેઠક જીતવાની છે અને તેમાં પણ કેન્દ્રીય મંત્રીની પ્રતિષ્ઠા દાવ પર લગાવી છે શું દક્ષિણના આ રાજયોમાં ભાજપને એન્ટ્રી મળશે

 

► વાયનાડ બેઠક જબરી ચર્ચામાં જયાં ભાજપે પ્રથમ વખત રાહુલને અમેઠી જેવો જ પડકાર આપ્યો છે તો શશી થરૂરને થિરૂવંતપુરમ બેઠક જાળવી રાખવાની ચિંતા છે જયાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર તેમને પડકારી રહ્યા છે આમ કેરળ એ પ્રથમ વખત અનેક રસપ્રદ જંગનું સાક્ષી બનશે

► બિહારમાં નીતિશની પલ્ટી બાદ ભાજપને પાંચ બેઠકો બચાવી લેવાની આશા છે તો પશ્ચિમ બંગાળમાં 3 બેઠકો જયાં મુસ્લિમ મતો વધુ છે ત્યાં ભાજપ સફળ થશે કે કેમ તે પ્રશ્ન છે, આસામ, છતીસગઢ, ત્રિપુરા ભાજપ સાથે જ રહે તે પણ નિશ્ચિત છે તો વ્યકિતગત રીતે 6 કેન્દ્રીય મંત્રીઓના ભાવિ દાવ પર છે અને ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરૂણ ગોવિલને લોકસભામાં એન્ટ્રી મળશે તેવી આશા છે, હેમામાલિની ત્રીજી વખત મથુરા જીતી શકે છે

 

► હિન્દીભાષી રાજયોમાં 2019 પછી વિધાનસભા ચૂંટણીમાં સતાની ઉલટપુલટ થઇ તેમાં એન્ડવેન્ટેજ ભાજપ છે પણ મહત્વનું એ છે કે ભાજપે આ સરસાઇ જાળવી રાખવાની છે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ મજબુત છે તે ભાજપ માટે મોદી ફેકટર જ મહત્વનું બની ગયું છે, પશ્ચિમ ઉતર પ્રદેશમાં 8 બેઠકો પર ગુજરાત ઇફેકટની ચર્ચા છે જયાં  ઠાકુર-રાજપૂતની એક ટીકીટ પણ ભાજપે કાપી અને બીજી તરફ રાષ્ટ્રીય લોકદળને સાથે રાખીને જાટ મતોને સંતોષ આપવા પ્રયત્ન કર્યો છે

 

► કર્ણાટકમાં ભાજપે 2019માં 28માંથી 27 બેઠક જીતી હતી અને ત્યારબાદ ધારાસભા ચૂંટણી ગુમાવી હવે તે સ્કોર  જાળવી રાખવો મુશ્કેલ છે, જનતા દળ(યુ)નો સાથ લીધો અને ધ્રુવીકરણની પણ કોશીશ કરી છે, મહારાષ્ટ્રમાં 8 બેઠકો  પર મતદાન થયું છે અને અહીં ભાજપના સાથી શિવસેના અને એક સમયના વિરોધી એનસીપી બંનેમાં ભંગાણ બાદ મજબુત જુથો ભાજપ સાથે છે 

 

 લોકસભા ચૂંટણીના બીજા તબકકામાં કોંગ્રેસનો દાવો છે કે અબ કી બાર 400 કે પારનો નારો છેલ્લા કેટલાક દિવસથી સંભળાઇ રહ્યો છે તેના બદલ મંગલસુત્રથી લઇ મુસલમાન અને મિલ્કત જેવા શબ્દો એકથી વધુ જાહેરસભામાં  સંભળાય રહ્યા છે એ વાસ્તવિકતા છે કે ચૂંટણીના પ્રથમ તબકકામાં જે રીતે ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને રામ મંદિર જેવા મુદાઓ ચમકયા હતા અને તે અદ્રશ્ય બની ગયા છે અને હવે ત્રીજા તબકકાનું પ્રચાર શરૂ થશે તો કદાચ તેમાં વર્તમાન મુદાઓ ફરી એક વખત ચૂંટણી પ્રચારમાં જોવા મળશે કે તે પણ પ્રશ્ન છે અને વર્તમાન ચૂંટણી કદાચ મુદાવિહીન બની રહી છે તે પણ નિશ્ચિત બન્યું છે.

13 રાજયોની 88 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે તેમાં 2019ની ચૂંટણીમાં ભાજપને પર અને તેના વર્તમાન સાથી પક્ષોને 12, કોંગ્રેસ અને ઇન્ડીયા ગઠબંધન જે આજે જોવા મળે છે તેને 23 બેઠકો પર વિજય મળ્યો હતો. તેમજ 6 કેન્દ્રીય મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે અને ભાજપ માટે આ બીજો તબકકો એ સરસાઇ જાળવી રાખવાની લડાઇ હશે. વર્તમાન ચૂંટણીમાં ભાજપે જે 400 બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો છે તેમાં ખુદ 370 બેઠક જીતવા માંગે છે તેવું ગણિત સાથે આગળ વધી રહી છે અને સૌથી મહત્વનું એ છે કે તામિલનાડુ બાદ દક્ષિણનું બીજુ રાજય કેરળ ફકત એક તબકકામાં 20 બેઠકો પર મતદાન માટે જઇ રહ્યું છે.

ખાસ કરીને ભાજપે જે રીતે ચૂંટણીમાં કર્ણાટક પર તેનું જોર ઓછું કરીને કેરળ અને તામિલનાડુમાં સૌથી વધુ તાકાતથી પ્રચાર કર્યો છે તેથી  પ્રશ્ન એ છે કે શું તામિલનાડુમાં ખાતુ ખોલી શકશે. કેરળમાં છેલ્લે સુધી દુરદર્શન પર ‘ધ કેરળા સ્ટોરી’ દર્શાવાઇ હતી. તો ભાજપની કેરળ સ્ટોરીને ઓપનીંગ મળશે. 

ભાજપની આ ઉપરાંત હિન્દી ભાષી રાજયો પર નજર હશે. બીજા તબકકામાં આ હિન્દી ભાષી રાજયોમાં 36 બેઠકો છે જેમાં બિહારની પાંચ, ઉતરપ્રદેશની આઠ, રાજસ્થાનની 13, મધ્યપ્રદેશની 6, છતીસગઢની 3 બેઠકો સામેલ છે. 2019માં ભાજપે રાજસ્થાન મધ્યપ્રદેશ અને છતીસગઢની તમામ બેઠકો જીતી હતી. જયારે યુપીમાં ભાજપને 7 અને બસપાને 1 બેઠક મળી હતી અને બિહારમાં જનતા દળ (યુ) 4, કોંગ્રેસને 1 બેઠક મળી હતી.

રાજકીય સમીકરણો બદલાઇ ગયા છે. છતીસગઢ અને રાજસ્થાનમાં ભાજપ સતા પર આવી ગયું છે અને ઉતરપ્રદેશમાં રાષ્ટ્રીય લોકદળ સાથે ભાજપે સમજુતી કરી છે જયારે બિહારમાં જનતા દળ યુએ પલ્ટી મારીને હવે ફરી એક વખત ભાજપની સાથે નીતિશકુમાર જોડાઇને ચૂંટણી લડી રહ્યા છે. અખિલેશ યાદવ બીજા શબ્દોમાં કહીએ તો એકલા હાથે લડે છે. કોંગ્રેસ પક્ષ હજુ ગાંધી કુટુંબની પારિવારિક ગણાતી રાયબરેલી અને અમેઠી બેઠક પર ઉમેદવાર નકકી કર્યો શકયો નથી. તેથી તે સપાને કેટલું મદદરૂપ બની શકે છે તે પ્રશ્ન છે.

મહારાષ્ટ્રમાં શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના જે રીતે ભાગલા પડયા તે પછી બંનેના મજબુત જુથો ભાજપ સાથે જોડાઇ ગયા છે. ઉતરપ્રદેશમાં ભાજપે વધુ મજબુતી મેળવવા પ્રયત્ન કર્યો છે જેથી ગત ચૂંટણીમાં ઉતરપ્રદેશમાં ખાસ કરીને જે રીતે ભાજપે 62 બેઠકોથી સંતોષ માનવો પડયો હતો તે તમામ 80 બેઠકો પર કલીનસ્વીપ કરવા માંગે છે. યુપીમાં જયાં 8 બેઠકો ઉપર મતદાન યોજાવાનું છે તે તમામ પશ્ચિમ ઉતરપ્રદેશની છે અને આ ચૂંટણીમાં પશ્ચિમ ઉતરપ્રદેશમાં ભાજપ માટે મજબુતી લાવવા રાષ્ટ્રીય લોકદળને સાથે લેવાયુ પરંતુ અહીં ઠાકુર નેતાઓ ભાજપથી નારાજ હોવાનું માનવામાં આવે છે.

તમામ 8 બેઠકોમાંથી એક પણમાં ભાજપે ઠાકુર એટલે કે ગુજરાતમાં રાજપૂત કે ક્ષત્રિય ગણવામાં આવે છે તેના એક પણ ઉમેદવાર મેદાનમાં નથી. ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન ભાજપ માટે ચિંતા બની રહ્યું છે તેથી તેનો પડઘો આ વિસ્તારમાં પડે તો આશ્ર્ચર્ય થશે નહીં ખાસ કરીને સૈન્ય વડામાંથી મજબુત રાજપૂત નેતા તરીકે ઉપસી આવેલા જનરલ વી.કે.સિંઘની ટીકીટે કાપી છે અને તેથી આ બેઠકોમાં મતદાનનો ટ્રેન્ડ મહત્વનો બની જશે.

આ તબકકામાં 6 કેન્દ્રીય મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે સૌથી ટફ પરિસ્થિતિનો સામનો કોમ્યુનિકેશન મંત્રી રાજીવ ચંદ્રશેખર કરી રહ્યા છે જેને કેરળના થિરૂવંતપુરમમાં કોંગ્રેસના શશી થરૂરનો મુકાબલો કરવાનો છે અને ભાજપ કેરળમાં ઓપનીંગ માટે કમ સે કમ આ બેઠક જીતે તેવી આશા રાખે છે તો વાયનાડમાં રાહુલ ગાંધી સામે પણ ભાજપે સ્થાનિક સ્તરે મજબુત ઉમેદવાર ઉભા રાખીને પડકાર ફેંકવાનો પ્રયત્ન કર્યો છે.

કેરળમાં સૌનું ધ્યાન એ.કે.એન્થનીના પુત્ર અનિલ એન્થની પર છે જેને ભાજપની કંઠી પહેરીને ચૂંટણીમાં ઝંપલાવવાનું શરૂ કર્યુ છે ખુદ તેના પિતાએ તેની સામે પ્રચારનું બુંગીયુ ફુંકયુ હતું પરંતુ ફકત એન્થની જ નહી. રાજસ્થાનમાં ઝાલોર સિહોરી બેઠક પર કોંગ્રેસ શાસનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત ચૂંટણી લડી રહ્યા છે જે ગત ચૂંટણીમાં જોધપુરથી હારી ગયા હતા.

તેથી જ ઝાલોર સિહોરી બેઠક ચૂંટણી લડવા ગયા છે. રસપ્રદ બાબત એ છે કે બાજુમાં જ ઝાલોર વાળા બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના પુત્ર દુષ્યંત મેદાનમાં છે આમ ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ તેમના પુત્રોને લોકસભામાં મોકલવા માટે જંગ ખેલી રહ્યા છે.  વધુ એક રાજય કર્ણાટક કે જયાં ભાજપે ગત ચૂંટણીમાં 28માં 27 બેઠકો જીતી હતી તે રાજયોમાં આ તબકકામાં 14 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે અને ભાજપને  તેની 2019ની સરસાઇ જાળવી રાખવા માટે કર્ણાટક કેટલું મદદરૂપ થશે તે પણ પ્રશ્ન છે.

ખાસ કરીને રાજયમાં 2019 યોજાયેલી લોકસભા ચૂંટણી બાદ ધારાસભામાં કોંગ્રેસે ભારે બહુમતી સાથે સતા મેળવી હતી અને તેથી જ કોંગ્રેસ હવે લોકસભામાં તે સરસાઇ જાળવી રાખે છે કે કેમ તે પણ પ્રશ્ન છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj