નવી દિલ્હી,તા.4
કોંગ્રેસ તરફથી શતરંજ પર ચર્ચા કરતો રાહુલ ગાંધીનો વિડીયો જાહેર થયા બાદ આંતરરાષ્ટ્રીય ચેસ ખેલાડી અને પુર્વ વિશ્વ ચેમ્પીયન ગેરી કાસ્પારોવે શુક્રવારે એક પોસ્ટ કરી કોંગ્રેસ ઉમેદવાર રાહુલ ગાંધી પર વ્યંગ કરતા લખ્યું હતું કે, પહેલા આપ રાયબરેલી જીતો, પછી ઉચ્ચપદ માટે ચેલેન્જ આપો.
પૂર્વ વિશ્વ ચેમ્પીયન કાસ્પારોવની આ પોસ્ટથી રાજકીય બબાલ મચી છે. ગેરીની આ પોસ્ટથી સૌને ઘણું આશ્ચર્ય થયું છે. ખરેખર તો ગેરીએ આ પ્રતિક્રિયા કોંગ્રેસ મહાસચીવ જયરામ રમેશની એક પોસ્ટ પર આપી છે.
જેમાં તેમણે રાહુલ ગાંધીને રાજકારણ અને શતરંજનો એક અનુભવી ખેલાડી બતાવ્યો હતો. આ પોસ્ટ કોંગ્રેસના વરિષ્ઠ નેતાને ટ્રોલ કરવા માટે હતી કે એક સંયોગ તેને લઈને ગેરીએ સફાઈ આપી છે તેમણે એક યુઝરનો જૂનો વિડીયો શેર કરીને તેને મજાક કરી છે.
ગેરીએ લખ્યું છે- મને પુરી આશા છે કે મારી નાનકડી મજાક ભારતીય રાજનીતિમાં વકીલાત કે વિશેષજ્ઞતા માટે બેકાર નહીં જાય.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy