ગીગા ફેકટરી વર્ષે પાંચ લાખ ઈ-સાયકલ બનાવશે

ધોનીના રોકાણ સાથેની ચીન બાદની સૌથી મોટી ઈ-સાયકલ ફેકટરી તૈયાર

India, Business, Technology, Sports | 07 May, 2024 | 09:30 AM
પુનાના સ્ટાર્ટઅપમાં ટીમ ઈન્ડીયાના પુર્વ કેપ્ટન મોટો ઈન્વેસ્ટર
સાંજ સમાચાર

બેંગલુરૂ: ટીમ ઈન્ડીયાના સૌથી સફળ કપ્તાનોમાં સ્થાન ધરાવનાર તથા આઈપીએલમાં પણ ચેન્નઈ સુપરકીંગ માટે ચેમ્પીયનશીપમાં રેકોર્ડ સર્જનાર મહેન્દ્રસિંઘ ધોનીના રોકાણ સાથેની ઈ-સાયકલ ગીગા ફેકટરી તૈયાર છે અને વર્ષે પાંચ લાખ ઈ-સાયકલ બનાવવા માટે સ્થપાયેલી આ ફેકટરી ટુંક સમયમાં ઉત્પાદન શરૂ કરશે.

પુનામાં 2.40 લાખ સ્કવેર ફુટમાં આ ફેકટરીનું બિલ્ડીંગમાં પ્રથમ તબકકાનું કામ પુરુ થયુ છે. મહેન્દ્રસિંઘ ધોનીએ ગત મહિને તેમાં રોકાણ કર્યુ હતું અને તે 600 લોકોને રોજગારી આપશે. તેને ગીગા ફેકટરી તરીકે ઓળખવામાં આવી છે. ચીન બહાર દક્ષિણ એશિયાની તે સૌથી મોટી ઈ-સાયકલ ફેકટરી છે અને તે ચાર તબકકામાં તૈયાર થશે.

આ ફેકટરી ઈ-સાયકલ માટે બેટરી, અન્ય ભાગો અને ચાર્જર ડિસપ્લે સહિત સાયકલના ભાગોનું ખુદ ઉત્પાદન કરશે. ઈમોટોરાડ’સ ભવિષ્યમાં ઈ-બાઈકનું ઉત્પાદનની પણ યોજના કરી રહી છે તથા તેના ઈ-સાયકલની રેન્જ પણ મોટી હશે. આ ઈ-સાયકલ માટે યુરોપ અને ઉતર અમેરિકામાં મોટું બજાર છે અને તેથી તેની નિકાસ માટે પણ વિશાળ તક છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj