રાજકોટ તા.14
માલવીયાનગર પોલીસે ચોરાઉ બાઈક સાથે હર્ષનાથ ગૌસ્વામીને સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝમાંથી પકડી પાડયો હતો. પ્રાપ્ત વિગત મુજબ, માલવિયાનગર પોલીસ મથકનાં પી.આઈ. જે.આર.દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.એસ.ગજેરા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સમ્રાટ ઇન્ડ્રસ્ટ્રીઝ એરીયા શેરી નં.15 પાસે જાહેર રોડ પર શંકાના આધારે જીજે-03- બીએફ-0533 નો બાઈક ચાલકને અટકાવી તપાસ કરતાં બાઈક ચોરાઉ હોવાનું માલુમ પડ્યું હતું. બાઈક ચાલક હર્ષનાથ અનંતનાથ ગોસ્વામી (ઉ.વ.21 રહે.ખોડીયારનગર મોમાઇ પાનની બાજુમાં ગોર્વધન ચોક 150 ફૂટ રીંગ રોડ) એ બાઈક મેટોડા જી.આઈ.ડી. ગેઈટ નં.ર પાસે પાર્કિંગમાથી બાઈક ચોરી કરી હોવાનું કબુલાત આપી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy