એસી, રેફ્રિજરેટરની ડિમાન્ડમાં 40 ટકાનો ઉછાળો: પ્રિમિયમ પ્રોડકટનો ક્રેઝ વધ્યો

Gujarat | Rajkot | 24 April, 2024 | 05:37 PM
ઉનાળો વહેલો શરૂ થતા જ વેચાણ વધ્યુ: વાઈ-ફાઈ વાળા એસી અને સ્માર્ટ રેફ્રિજરેટરની માંગ વધી
સાંજ સમાચાર

રાજકોટ,તા.23
આ વર્ષે ઉનાળો સખત વધ્યો છે. ગરમીની શરૂઆતથી જ ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવે ગરમી 44 ડિગ્રીએ પહોંચી છે આથી લોકો ઉકળાટથી ત્રાહીમામ થઈ ઉઠયા છે. બપોરના સમયે ઘરની બહાર નિકળવાનું બંધ કરી દીધું તેમજ ઠંડક વાળી વસ્તુઓનું સેવન વધ્યું છે. લોકો ગરમીથી બચવા અનેક પ્રયાસો; કરી રહ્યા છે. જેના કારણે આ વર્ષે એસી, પંખા, રેફ્રિજરેટરની ડિમાન્ડમાં મોટો ઉછાળો નોંધાયો છે.

આ વર્ષે એસીમાં 40 ટકાનો, રેફ્રિજરેટરમાં 25 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ પડવાથી ઉનાળો મોડો જામ્યો હતો. અલનીનોની આગાહીને પગલે વાદળીયુ વાતાવરણ રહ્યું હતું. આથી ગરમીની સીઝન પણ મોડી શરૂ થઈ હતી જેને પગલે એસી, રેફ્રિજરેટર, પંખાની ખરીદી પર પણ અસર થઈ હતી. જયારે આ વર્ષે સુરજ દેવતા જાણે કોપાયમાન થયા હોય તેવું લાગી રહ્યું છે.

કિરણ ઈલેકટ્રોનિકના રાજુભાઈ પટેલ જણાવે છે કે ગત વર્ષ કરતા આ વર્ષ ખુબ સારૂ છે. ડિમાન્ડમાં 30 ટકાનો વધારો નોંધાયો છે. હાલ એસીની માંગ કરી રહ્યા છે. ડયુલી ઈન્વર્ટર ટેકનોલોજી ધરાવે છે અને પાવર બચત પણ કરે છે. મોટા ઈન્ડોરમાં કુલીન વધુ આપે છે. આ ઉપરાંત આ ટેકનોલોજી વાળા એસીએ નવી પ્રિમીયમ બ્રાન્ડ બનાવી છે. જે વાઈ-ફાઈ ઉપલબ્ધ કરે છે. જેને તમે ફોનમાં એપ્લીકેશન ડાઉનલોડ કરી એસીને ચલાવી શકો છો.

ઈલેકટ્રીસીટી બીલ કંટ્રોલ કરી શકાય તે માટે ઓટોમેટીક ફીચર આપવામાં આવ્યા છે. લોકો હવે પ્રાઈઝની સાથે નવા ફિચર અને કંપની બ્રાન્ડ પર ફોકસ કરી રહ્યા છે. જેમાં એલજીના ઓટો ઓફ ફિચર છે જે 100 ટકા ક્ધવટીબલ છે. જેના કારણે 40થી 50 ટકા બીલમાં બચત થાય છે. આ ઉપરાંત આ વખતે મોર્ડન ઘરોમાં હાઈડ અવે ફોર વે કેસેટ, વન વે કેસેટ જેવા એસી બજારમાં ઉપલબ્ધ છે. જેની પ્રાઈઝ રૂા.70,000થી 1.50 લાખ સુધીની છે.

રેફ્રિજરેટરમાં ડબલ ડોરના પાવર કંટ્રોલરની માંગ વધી છે. લોકો જુના રેફ્રિજરેટર વેચી નવા લેવાનો ક્રેઝ વધ્યો છે. ડબલ ડોરમાં પણ અનેક વસ્તુઓનો સમાવેશ કરી શકાય છે. અને વાઈ-ફાઈની સુવિધા અપાય છે.

જેમાં રેફ્રિજરેટરમાં પણ એક સ્ક્રીન આપવામાં આવશે. સીંગલ ડોર રેફ્રિજરેટરની પ્રાઈઝ- 11,000થી 20,000, ડબલ ડોરની  22થી 55 હજાર અને સાઈડ બાય સાઈડના 55 હજારથી 1 લાખથી વધુની પ્રાઈઝમાં રેફ્રિજરેટર ઉપલબ્ધ છે. એસીની વાત કરીએ તો રૂા.35 હજારથી 60 હજાર સુધીના એસીનું વેચાણ થઈ રહ્યું છે.

હાલ એપ્રિલ મહિનો ચાલુ છે. આગામી મે-જુન માસમાં સૌથી વધુ આકરો તાપ પડી શકે છે. આથી એસી, ફ્રિજ અને પંખાની ડિમાન્ડ વધી શકે છે.

ઓનલાઈન માર્કેટ 25% તૂટયું
 હાલના આધુનિક યુગમાં દરેક લોકો સમયની બચતને કારણે ઓનલાઈન શોપીંગ તરફ વળ્યા છે. હાલ જોવા જઈએ તો ખાદ્ય પદાર્થોથી લઈને મોટી ઈલેકટ્રોનિકસ આઈટમ ઓનલાઈન માર્કેટમાં ઉપલબ્ધ છે. સમયની સાથોસાથ ચીજવસ્તુઓની કિંમતમાં પણ રીટેલ માર્કેટ કરતા થોડાક અંશે ફેરફાર જોવા મળતા હોય છે. પરંતુ હાલ જોવા જઈએ તો ઈલેકટ્રોનિકસ આઈટમના ઓનલાઈન માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો છે.

‘સાંજ સમાચાર’ સાથે વાતચીત કરતા શ્રીજી ઈલેકટ્રોનિકસના રવજીભાઈ રામોલીયાએ જણાવ્યું હતું કે ઉનાળાની સિઝનમાં એસીની માંગમાં દિન-પ્રતિદિન વધારો થતો જોવા મળેલ છે. લોકોમાં રેગ્યુલર એસીની સાથોસાથ પ્રિમીયમ એસીની પણ માંગ વધી છે. તેમજ હાલ લોકો સૌથી વધુ રીટેલ માર્કેટમાંથી ઈલેકટ્રોનિક વસ્તુની ખરીદી કરવાનું પસંદ કરે છે. જેમાં પણ ખાસ કરીને એસીની ખરીદી માટે લોકો સૌથી વધુ રીટેલ માર્કેટ પર વિશ્વાસ મુકતા હોય છે. જેને પરિણામે આ વર્ષે ઓનલાઈન માર્કેટમાં 25 ટકાથી વધુનો ઘટાડો જોવા મળેલ છે. જે ગત વર્ષે 20 ટકા હતો. 

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ વર્ષે ગત વર્ષની સરખામણી લગભગ 5 ટકા ઓનલાઈન માર્કેટ તૂટયું છે. આમ થવાનું કારણ એ છે કે ઓનલાઈન શોપીંગ કરતી વખતે જે તે પ્રોડકટ વિશેની સંપૂર્ણ માહિતી વિશ્વાસપાત્ર હોતી નથી. તદુપરાંત ખરીદી સમયે ઉદ્ભવતા પ્રશ્નોના યોગ્ય નિરાકરણ ઓનલાઈન શોપીંગમાં શકય બનતા નથી. સાથોસાથ રીટેલ માર્કેટમાં અને ઓનલાઈન માર્કેટમાં આપવામાં આવતી સુવિધાઓમાં પણ મોટા પ્રમાણમાં ફેરફાર જોવા મળે છે. આથી લોકો હાલ ઈલેકટ્રોનિક ચીજ વસ્તુઓ અને તેમાં પણ ખાસ કરીને એસીની ખરીદી ઓનલાઈન માર્કેટમાંથી કરવાનું ટાળે છે.

મે માસ બાદ 10 ટકા પ્રાઈઝ વધશે
 આકરા ઉનાળામાં રાહત મેળવવા લોકો એસી, પંખાનો સહારો લે છે આ વર્ષે ઉનાળાની સિઝન વહેલી શરૂ થઈ ચૂકી હોવાથી વેચાણમાં મોટો વધારો નોંધાયો છે. જેને પગલે વેપારીઓએ અગાઉથી માલના મોટા ઓર્ડર મેળવી લીધા છે. હાલ કંપનીમાં રોમટીરીયલમાં ભાવ વધતા આગામી સમયમાં એસી, રેફ્રિજરેટરના પ્રાઈઝમાં વધારો થશે. જે મે માસમાં વધવાની શકયતા છે. હાલ વેપારીઓ પાસે જુની પ્રાઈઝ મુજબનો માલ છે. આથી જે લોકો અત્યારે ખરીદી કરશે તેમાં કોઈ નવો ભાવ વધારો લાગુ નહીં પડે. પરંતુ કંપની દ્વારા નવો ભાવ લાગુ કરાતા આગામી મે મહિનાનાં ઓર્ડર પર ભાવ વધારો લાગુ થશે. આથી લોકોને પણ 10 ટકા નવા વધારા સાથે વસ્તુ ખરીદવી પડશે.

 

પ્રાઈઝ નહીં, બ્રાન્ડ અને ટેકનોલોજી ગ્રાહકોની પ્રથમ સંદગી
 પહેલા લોકો જયારે કોઈ પ્રોડકટ ખરીદતા હતા ત્યારે કૌટુંબીક આવકને ધ્યાને રાખી પ્રાઈજને વધુ ધ્યાનમાં લેતા હતા. પરંતુ હવે લોકો આધુનિક ટેકનોલોજીને ધ્યાનમાં રાખી ફીચર્સને મહત્વ આપે છે. આજે રોજ નવી ટેકનોલોજી લોન્ચ થાય છે. જે લોકોને વધુ સગવડતા આપે છે અને લોકોનું જીવન વધુ આરામદાયક બનાવે છે. જેમ કે એસી, વાઈ-ફાઈ વાળા લોન્ચ થયા છે.

જે એક ફોનમાં એપના મારફત કંટ્રોલ કરી શકાય. ઉપરાંત બીલ બચાવતા ઓટો ઓફ ફિચર ઉમેરવામાં આવ્યા છે. જેના થકી 40-50 ટકા બીલ બચાવી શકાય છે. રેફ્રિજરેટરની વાત કરીએ તો ડબલ ડોરના રેફ્રિજરેટરમાં હવે ખાસ પ્રકારની સ્ક્રીન ઉમેરવામાં આવી છે. જેની મદદથી ફ્રિજનું સંચાલન સરળતાથી કરી શકાય છે. આથી હવે લોકો પ્રાઈઝ નહીં પરંતુ ટેકનોલોજીને પ્રથમ પસંદ બનાવી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj