(વિનુભાઈ મેસવાણીયા) માંગરોળ,તા.9
માંગરોળમાં શાંતિપુર્ણ માહોલમાં લોકોએ ઉત્સાહ સાથે મતદાન પુર્ણ.13 જુનાગઢ લોકસભા ઉમેદવારોનુ ભાવી Evm માં કેદ થાય છે.89 માંગરોળ મત વિસ્તારમાં 62.96% મતદાન થયુ.મતદારોમાં મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી અને દરેક નાગરિકે લોકશાહીને મજબૂત બનાવવા મતાધિકારનો ઉપયોગ કરે તેવો લોકોએ સંદેશો પણ પાઠવ્યો.માંગરોળ શહેરમાં સવાર સાત વાગ્યાથી મતદારોની લાંબી કતારો લાગી હતી મતદાન માટે ભાઈ બહેનો યુવાનોથી લઈ ખાસ વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો પણ ઉત્સાહપૂર્વક પોતાના પરિવાર જનો સાથે મતદાન કરવા મતદાન મથકોએ પહોંચી મતાધિકારના ઉપયોગ માટે સુવ્યવસ્થિત રીતે લોકશાહીના આ પર્વમાં પોતાની ફરજ અદા કરી અન્યોને પણ મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડી હતી. ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy