વઢવાણ, તા. 2
લીંબડી શહેરના અનેક વિસ્તારોમાં સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે. લીલા-સુકા કચરાનો યોગ્ય નિકાલ નહીં થતાં શહેરમાં નર્કાગાર સ્થિતિ નિર્માણ પામી રહી છે.
લીંબડી પાલિકાએ શહેરને સ્વચ્છ રાખવા માટે શહેરના અનેક વિસ્તારોમાં મોટી કચરા પેટીઓ મૂકવામાં આવી હતી. જેમાં અલગ-અલગ વિસ્તારમાં રહેતા રહીશો કચરો નાંખતા હતા. સફાઈ કામદારો સફાઈ કરી કચરો મોટી કચરા પેટીઓમાં નાંખતા હતા. છેલ્લા કેટલાક સમયથી મોટાભાગના વિસ્તારોમાં મૂકેલી મોટી કચરા પેટીઓ દેખાતી નથી. સફાઈ કામદારો સફાઈ કરીને જે-તે વિસ્તારમાં કે જાહેર માર્ગો ઉપર કચરો ફેકી દે છે. જેના કારણે શહેરમાં ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. રસ્તા ઉપર અને જે તે વિસ્તારમાં લીલાં-સૂકા કચરાનો યોગ્ય નિકાલ નહીં થતાં શહેરમાં નર્કાગાર સ્થિતિ નિર્માણ પામી રહી રહી હોય તેવું લાગી રહ્યું છે. રોડ અને ખુલ્લી જગ્યામાં પડેલો પ્લાસ્ટિકના કચરો ગૌવંશ આરોગી રહી છે. ખુલ્લેઆમ ફેંકાયેલો કચરાનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા પાલિકા ગોઠવી આપે તેવી માંગ ઉઠી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy