ગાંધીધામથી અમદાવાદ જતાં યુવાનની ગાડીમાં બીમારીના બહાને લિફ્ટ લેનાર શખ્સ હળવદ પાસેથી ગાડી ચોરીને ફરાર

Local | Morbi | 02 May, 2024 | 04:08 PM
ધરમ કરતા ધાડ પડી: બ્રાહ્મણ યુવાન ગાડીમાંથી ઉતરી પાણી લેવા જતા જ ‘દર્દી’ વાહન લઇને ફરાર
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.2
ગાંધીધામથી અમદાવાદ તરફ પોતાની સ્વિફ્ટ ગાડી લઈને જઈ રહેલા યુવાને એક વ્યક્તિને બીમાર હોવાથી ધાંગધ્રા સુધી લઈ જવાનું કહ્યું હતું જેથી તે યુવાને તેને લિફ્ટ આપી હતી અને આ યુવાન પોતાની ગાડી લઈને હળવદ પાસે પહોચ્યો હતો ત્યારે સરા ચોકડી પાસે ગાડીને ઊભી રાખીને દુકાને પાણીની બોટલ લેવા માટે ગયો હતો એટલી વારમાં કારમાં બેઠેલા આ અજાણ્યો સ્વિફ્ટ ગાડી લઈને નાશી ગયેલ છે જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ લઈને ચાર લાખ રૂપિયાની ગાડીની ચોરી થઈ હોવા અંગેનો ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ગાંધીધામમાં આવેલ ગુરુકુળ પ્લોટ નં-167 સેક્ધડ ફ્લોર ફ્લેટ નં-3 વોર્ડ નં-10 એ ખાતે રહેતા ધર્મેશભાઈ ભરતભાઈ વ્યાસ બ્રાહ્મણ (35) નામના યુવાને અજાણ્યા શખ્સની સામે સ્વિફ્ટ ગાડીની ચોરીની ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તે ગત તા. 28/4 ના રોજ તે પોતાની સ્વિફ્ટ ગાડી નંબર જીજે 12 એફડી 1918 લઈને ગાંધીધામથી અમદાવાદ જતો હતો ત્યારે ત્યાં રસ્તામાં એક અજાણ્યા વ્યક્તિએ પોતે બીમાર છે અને તેને ધાંગધ્રા સુધી જવું છે તેવું કહીને તેને ગાડીમાં લિફ્ટ લીધી હતી અને ફરિયાદી ગાંધીધામથી પોતે પોતાની ગાડીમાં તે વ્યક્તિને અમદાવાદ તરફ જતા લઈ જઈ રહ્યો હતો. 

દરમિયાન હળવદની સરા ચોકડી પાસે રાત્રે 9:15 વાગ્યાના અરસામાં ગાડી ઉભી રાખીને દુકાનેથી પાણીની બોટલ લેવા ફરિયાદી ગાડીમાંથી નીચે ઉતર્યો હતો ત્યારે ગાડીમાં બેઠેલા અજાણ્યો શખ્સ સ્વિફ્ટ ગાડી લઈને નાસી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને ચાર લાખ રૂપિયાની કિંમતની ગાડીની ચોરી થઈ હોવા અંગેની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj