રાજકોટ. તા.15
પડધરી નજીક આવેલ જીએમ નામના કારખાનામાં એક ટનનો વાલ્વ ફેરવતી વેળાએ પરપ્રાંતીય યુવાનને ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા બાદ તેમનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં પડધરી પોલીસ દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, મેટોડામાં રહેતાં અને પડધરી નજીક આવેલ જીએમ નામના કારખાનામાં મજૂરી કામ કરતાં શીતલેશભાઈ લખનભાઈ મહંતો (ઉ.વ.45) ગઈકાલે કારખાનામાં કામ કરતો હતો ત્યારે કારખાનામાં ચેકડેમના મોટા વાલ્વ બનાવવાનું કામ કરવામાં આવે છે, તે એક ટનનો વાલ્વ તે અન્ય જગ્યાએ ફેરવતો હતો ત્યારે વાલ્વ છટકી જતાં ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
તેમને ગંભીર હાલતમાં અત્રેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં પડધરી પોલીસ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં મળેલ વિગત અનુસાર, મૃતક મૂળ બિહારનો વતની અને મેટોડામાં પરીવાર સાથે સ્થાયી થયેલ હતાં. મૃતકને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. બનાવથી શ્રમિક પરીવારમાં શોક છવાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy