ભારતમાં અંદાજે 3 કરોડ લોકોને અસ્થમાની બિમારી: વાયુ પ્રદૂષણ મુખ્ય કારણ: ડો. જયકુમાર મહેતા

Local | Rajkot | 02 May, 2024 | 04:54 PM
80 ટકા લોકોને ફેફસાના કેન્સરની ચોથા સ્ટેજે જાણ થાય: જાગૃતતાનો અભાવ
સાંજ સમાચાર

► 12 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ગોલ્ડ મેડાલીસ્ટ ફેફસાના નિષ્ણાંત ડો. જયકુમાર મહેતાએ ‘સાંજ સમાચાર’ની મુલાકાત લઇ ફેફસાની અનેક બિમારીઓ અંગે માહિતી આપી

રાજકોટ, તા.2
આજની હરણફાળ જીવનશૈલીના કારણે લોકો રોજ કોઇને કોઇ નવી બીમારીનો શિકાર બને છે. તેમાં પણ છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકના કિસ્સાઓએ ચિંતામાં વધારો કર્યો છે. ઉંમર લાયક જ નહીં પરંતુ નાની ઉંમરના યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે. ઉપરાંત સીઝનલ બિમારીનો મોટો ઉછાળો નોંધાયો છે.

કહેવાય છે કે સગવળતા સાથે અગવળતા પણ ઉભી થાય છે. નવી ટેકનોલોજીએ સગવળતા તો આપી છે પરંતુ  તેના કારણે નવી બીમારીઓએ પણ જન્મ લીધો છે. હાર્ટએટેકની સાથે ભારતમાં ફેફસાની અંદરની બીમારીમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. જેનું મુખ્ય કારણ આજની જીવનશૈલી, વાયુ પ્રદૂષણ, બાંધકામના કામના કારણે ઉડતી ધૂળ, અચાનક વાતાવરણમાં બદલાવ સહિતના પરિબળો જવાબદાર છે.

ફેફસાને લગતી કોઇપણ પ્રકારની બિમારીના લક્ષણો જણાય ત્યારે તુરંત ફેફસાના નિષ્ણાંત ડોકટરનો (પલ્મોનોલોજીસ્ટ)નો સંપર્ક કરી માર્ગદર્શન મેળવવું ત્યારે અમદાવાદની એપિક મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં પ્રેક્ટીસ કરતા ડો. જયકુમાર મહેતા (એમ.બી.બી.એસ. ગોલ્ડ મેડાલિસ્ટ, એમ.ડી., ડી.એન.બી., પી.ડી.એડ. ફ્રોમ સી.એચ.સી. વેલ્બોર)એ ‘સાંજ સમાચાર’ની મુલાકાત લઇ ફેફસાના રોગ વિશે માહિતી આપી હતી. ઉપરાંત લક્ષણો જણાતા ફેફસાના નિષ્ણાંતનો સંપર્ક કરવા અપીલ કરી હતી. ડો. જયકુમાર મહેતા જણાવે છે કે, લોકોની જીવનશૈલી બદલાતા ફેફસાની બિમારીમાં પણ વધારો થયો છે. વિશ્ર્વમાં 10 થી 30 ટકા લોકોમાં એલર્જી હોય છે.

જેના કારણે પ્રમાણમાં દર્દીઓ વિશ્ર્વમાં છે. તેટલા જ પ્રમાણમાં ભારતમાં નોંધાયા છે. અંદાજે 14 કરોડ લોકોને એલર્જીની બીમારી છે. અંદાજે 3 કરોડ લોકો અસ્થમાથી પીડાય છે જેમાં 80 ટકામાં એલર્જીનું કારણ છે. 20 ટકા અન્ય કારણોથી થયા હોવાનું જાણવા મળ્યું છે.

જ્યારે શ્વાછોશ્વાસમાં નાક આસપાસના બીન ચેપી ઘટકો શ્ર્વાસમાં આવે છે અને તે શ્વાસ નળીને અસર છે. જેના કારણે એલર્જીની બીમારી થાય છે. ડો. જયકુમાર મહેતા જણાવે છે કે જ્યારે નિયમીત પંપની જરૂર પડે ત્યારે ખાસ ફેફસાના નિષ્ણાંતનો સંપર્ક કરવો અને તેની સલાહ બાદ પંપ લેવો જોઇએ. ડો. જયકુમાર મહેતા 12 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે.

► ક્યારે ફેફસાના નિષ્ણાંતનો સંપર્ક કરવો
 14 દિવસથી વધુ ચાલતી ઉધરસ, કફ.
 ચાલવામાં હાંફ ચડવો
 કફમાં લોહી પડવું
 સતત ઉધરસ આવવી
 અકારણ તાવ અને વજનમાં ઘટાડો થવો.

► ફેફસાના રોગના નિદાન માટેના જરૂરી ટેસ્ટ
ફેફસાના નિદાન માટે પ્રાથમિક પલ્મોનરી ફેકશનલ ટેસ્ટ ત્યારબાદ બ્રોન્કોસ્કોપી જે શ્ર્વાસનળીના અગ્ર ભાગમાં કેમેરાથી ગળફાની તપાસ કરે છે જે ન્યુમોનીયા, ટીબી, ફાઇબ્રોસીસ અને લંગ કેન્સર સમયે કરવામાં આવે છે ત્યારબાદ ઇ-બસ (એન્ડો બ્રોન્કીયલ અલ્ટ્રા સાઉન્ડ) ટેસ્ટ કરવામાં આવે છે.

જે છાતીના મધ્ય ભાગમાં થયેલ લસીકાગ્રંથીઓનું નિદાન કરે છે. જે ટીબી અને લંગ કેન્સર ક્યા સ્ટેજ પર પહોંચ્યું છે. તેની જાણકારી આપે છે. 80 ટકા લોકોને ચોથા સ્ટેજમાં પહોંચ્યા બાદ લંગ કેન્સરની જાણ થાય છે. જાગૃતતાના અભાવે લોકોને નિદાન કરાવવા માટે સમય રહેતો નથી અને તેઓ મૃત્યુને ભેટે છે.

► ફેફસાની બિમારી થવાના કારણો
ફેફસાની બિમારી થવાનું પ્રાથમિક કારણ એર પોલ્યુશન (વાયુ પ્રદૂષણ) જવાબદાર છે. ફેફસાની અંદર ઝેરીવાયુ જવાથી  દમની (COPD) બિમારી બહોળા પ્રમાણમાં જોવા મળે છે. જેમ કે ગામડાઓમાં ચૂલો ફુંકતી મહિલાઓમાં દમની બિમારી વધારે છે. તેઓને ઇન્હેલરની જરૂર પડે છે. આ બિમારી 14 થી 50 વર્ષની વયના લોકોમાં વધુ જોવા મળે છે.

ત્યારબાદ ધુમ્રપાન મુળભૂત કારણ છે. જે લોકો ધુમ્રપાન વધુ કરે છે. લાંબા સમયે તેઓમાં ફેફસાના કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ કેન્સર  40 થી 80 વર્ષના લોકોમાં વધુ જોવા મળે છે. આ ઉપરાંત શહેરમાં કબુતરની હવા, તેના પીછાની રજ ફેફસામાં પહોંચે છે ત્યારે લેગ ફાઇબ્રોસીસ એટલે કે ફેફસામાં બાવા જાળા બાજવાની બીમારી જોવા મળે છે. તેમજ ખોદકામ કરતા મજુરોમાં ફેફસાના પડ આવરણનું કેન્સર વધી રહ્યું છે. જ્યારે મજુરો માઇન્સમાં ખોદકામ કરે ત્યારે સીલીકા ધાતુ નીકળે છે જેને શ્ર્વાસમાં લેવાથી ફેફસાના પડ આવરણનું કેન્સર થઇ શકે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj