વકીલાત નિષ્ણાત વ્યવસાયિક કાર્ય છે, દરેક વ્યકિત એ ન કરી શકે: હાઈકોર્ટ

Gujarat | Ahmedabad | 16 April, 2024 | 12:05 PM
ડિવોર્સના એક કેસમાં પાર્ટી ઈન પર્સન તરીકે આવેલી પત્નીને હાઈકોર્ટની ટકોર
સાંજ સમાચાર

અમદાવાદ,તા.16
ડિવોર્સના એક કેસમાં ગાંધીનગર અને અમદાવાદની કોર્ટના હુકૂમત ક્ષેત્રનો મુદ્દો લઈને એક પત્નીએ ચીફ જસ્ટિસની કોર્ટમાં રજૂઆતો કરી હતી.જો કે પાર્ટી ઈન પર્સન તરીકે ઉપસ્થિત પત્ની કાનૂની મુદ્દા સમજી નહીં શકતાં ચીફ જસ્ટિસની ખંડપીઠે ટકોર કરી હતી. કે તમે તમારા કેસના તથ્યો સારી રીતે જાણતા હશો પરંતુ કાનૂની બાબતોથી તમને માહિતગાર જણાતા નથી એટલા માટે જ કોર્ટમાં એડવોકેટની સેવા માટે જ કોર્ટમાં એડવોકેટની સેવા ઉપલબ્ધ હોય છે.

વકીલાતનો વ્યવસાય નિષ્ણાંત કાર્ય છે અને દરેક વ્યકિતએ કરી શકે નહી હાઈકોર્ટની સમજાવટ બાદ મહિલાએ કાનૂની મદદ લેવાનું સ્વીકાર કર્યું હતું.આ કેસમાં એવી હકીકત સામે આવી હતીકે પતિએ ગાંધીનગરમાં ડિવોર્સ પિટિશન પેન્ડિંગ છે પત્ની લગ્ન બાદ પતિ સાથે ગાંધીનગર રહેતી હતી.જયારે કે લગ્ન અમદાવાદ ખાતે થયા હતા.તેથી અમદાવાદ અને ગાંધીનગર બંને કોર્ટના હુકૂમત ક્ષેત્ર (જયુરિડિકશન)ની બાબત ઉભી થઈ હતી. પતિએ ગાંધીનગરની કોર્ટમાં ડિવોર્સની અરજી કરી હતી.

તેથી પત્ની હાઈકોર્ટ સમક્ષ આવી હતી.અને અમદાવાદ કોર્ટનું જયુરિડિકશન લાગતું હોવાની દલીલ કરી હતી. ત્યારે કોર્ટે કહ્યું હતું. કે આ કેસમાં બંને કોર્ટની હુકૂમત ક્ષેત્ર આવે છે. કોર્ટે એવી ટકોર કરી હતી કે તમે અમારી વાત સમજી શકતા નથી અને કાયદો પણ સમજી શકતા નથી અડધું જ્ઞાન કયારેક ખુબ ખતરનાક બની જાય છે જો તમને એડવોકેટ જોઈતા હોય તો અમે લિગલ ડિપાર્ટમેન્ટમાંથી તમને એડવોકેટ અપાવી શકીએ છીએ.

પરંતુ તમે આ રીતે કાયદાના અલ્પ જ્ઞાન સાથે કોર્ટ સમક્ષ દલીલો કરશો તો કોઈ ઉકેલ આવશે નહીં.કયારેક કયારેક પાર્ટીઈન પર્સન પોતાના કેસો સમજી શકતા નથી કોર્ટમાં એડવોકેટ્સ આ કામ માટે જ હોય છે. તમે રિસર્ચ કર્યો હોઈ શકે પરંતુ અમે નહી રિસર્ચ પેપર્સ ડિસાઈડ કરવા માટે બેઠા નથી અમે અહીં કાયદાનો નિર્ણ કરવા બેઠા છીએ.તમારા કેસમાં બંને કોર્ટની હુકૂમત લાગે છે અને અરજદાર ઈચ્છે ત્યાં કેસ કરી શકે એમ છે.આવા તબકકે તમે અન્ય વસ્તુઓ કહીને સમય વ્યય કરી રહ્યા છો વકીલાતનું કામ ઉચ્ચ વ્યાવસાયિક કામ છે, દરેક વ્યકિતએન કરી શકે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj