એનસીસી ગુ્રપ દ્વારા વાર્ષિક સન્માન સમારોહ યોજાયો

Local | Jamnagar | 02 May, 2024 | 03:43 PM
સાંજ સમાચાર

જામનગર તા.2

જામનગરમાં  નેશનલ હાઇસ્કૂલમાં એનસીસી ગ્રુપ દ્વારા તાલીમ વર્ષ 2023-24નો વાર્ષિક સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. 66 વિજેતાઓને અતિથિ વિશેષ, એનસીસી ગુજરાત, દાદરા અને નગર હવેલી, દીવ  અને દમણના ડેપ્યુટી ડાયરેકટર જનરલ બ્રિગેડિયર રૂપિન્દર સિંઘ દ્વારા જામનગર એનસીસી ગ્રુપનાં ગ્રુપ કમાંડર કર્નલ એચ.કે. સિંઘ, વરિષ્ઠ એનસીસી અધિકારીઓ તથા કેડ્રેટસની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતાં.

વર્ષ 2023.24માં કેડેટર્સ ગણતંત્ર દિવસ પરેડ કેમ્પ તથા વિવિધ યુનિટસ અંતર્ગત ઉત્કૃષ્ટ દેખાવ માટે, એસોસીએટ એનસીસી ઓફિસર્સ તથા પીઆઈ સ્ટાફને કેડ્રેટસને સામાજિક જાગૃતિ તથા રાષ્ટ્ર સેવા માટે પ્રશિક્ષિત કરવા, વાર્ષિક તાલીમી કેમ્પ, શસ્ત્ર તાલીમ, પરેડ પ્રશિક્ષણ તેમજ એનસીસીના વિવિધ વિષયોનાં તાલીમી વર્ગો યોજવા માટે અને સિવિલ સ્ટાફને સુવ્યવસ્થિત રીતે ખાતાકીય ફરજ બજાવવા અંગે સન્માનિત કરવામાં આવ્યા હતાં.

બ્રિગેડિયર રૂપિન્દર સિંઘે કેડ્રેડ્ટસને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, તમારે દૃઢ અને મોટું લક્ષ્ય નકકી કરી તેના પર મક્કમપણે આગળ વધી સફળ થવાનું છે.
નેશનલ હાઇસ્કુલમાં યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા. જામનગર એજયુકેશન સોસાયટી સંચાલિત નેશનલ હાઈસ્કૂલના ચેરમેન બીપીનભાઈ ઝવેરી, ટ્રસ્ટી એ.પી. અમૃતિયા, આચાર્ય ડી.એસ. ગોહિલ તથા શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj