(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.2
મોરબી તાલુકાના અંદરણા ગામથી ચરાડવા જવાના રસ્તા ઉપર આવેલ હોટલના ગ્રાઉન્ડમાં યુવાનના બાઈકને સ્વિફ્ટ ગાડીના ચાલકે હડફેટે લીધું હતું જેથી તે યુવાનના પિતા સહિતના અકસ્માત કરનાર શખ્સને સમજાવવા માટે થઈને પોતાની ગાડી લઈને ગયા હતા ત્યારે અકસ્માત કરનાર શખ્સે ધોકા વડે હુમલો કર્યો હતો અને માર મારીને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આટલું જ નહીં પરંતુ કુલ મળીને ચાર શખ્સો દ્વારા સમજાવવા માટે આવેલ યુવાનના પિતા સહિતના બે વ્યક્તિઓની ગાડીના કાચમાં તોડફોડ કરીને નુકસાની કરી હતી. બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા પ્રહલાદભાઈ કરસનભાઈ સુરાણી જાતે કોળી (42)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્વિફ્ટ કારના ચાલક વિનુભાઈ ભરવાડ અને તેની સાથે રહેલા અજાણ્યા ત્રણ શખ્સો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે અંદરણા ગામથી ચરાડવા જતા રસ્તા ઉપર આવેલ ભેરુનાથ હોટલના ગ્રાઉન્ડમાં આરોપી પોતાના હવાલા વાળી સ્વિફ્ટ કાર લઈને જતો હતો ત્યારે ફરિયાદીના દીકરાના બાઈક સાથે તેણે સ્વિફ્ટ ગાડી અથડાવી હતી જેથી કરીને ફરિયાદી તેને સમજાવવા માટે ગયા હતા ત્યારે સ્વિફ્ટ ગાડીના ચાલક વિનુભાઈ ભરવાડે ફરિયાદી તથા તેની સાથે ગયેલ વ્યક્તિ ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો અને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ ફરિયાદીની બંને ગાડીના કાચ આરોપીઓએ તોડફોડ કરી નાખેલ છે. ભોગ બનેલા પ્રહલાદભાઈ સુરાણી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિનુ ભરવાડ સહિત ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy