મોટી રાહત! અલ-નીનોની વિદાય

Gujarat | Ahmedabad | 17 April, 2024 | 02:53 PM
ઓસ્ટ્રેલિયન હવામાન એજન્સીની સત્તાવાર આગાહી:જુલાઈમાં લા-નીનાની શકયતા
સાંજ સમાચાર

અમદાવાદ,તા.17
વિશ્વમાં અલ નીનોની અસર પુરી થવા આવી છે. અલનીનો, જે જૂન 2023માં ઉદભવ્યો હતો જેના પરિણામે ભારતમાં વરસાદ ઓછો થયો હતો. અને કેટલાક ભાગોમાં પાણીની અછત સર્જાઈ હતી,તે સમાપ્ત થઈ ગઈ છે અને અલ નીનો સધર્ન ઓસિલેશન ઈએનએસઓ તટસ્થ થઈ ગઈ છે. તેમ ઓસ્ટ્રેલિયાના હવામાનશાસ્ત્ર બ્યુરોએ જણાવ્યું છે.ઓસ્ટ્રેલિયન હવામાન એજન્સીએ તેના હવામાન અપડેટમાં જણાવ્યું હતું કે આબોહવા મોડેલ સૂચવે છે. કે ઈએનએસઓ ઓછામાં ઓછા જુલાઈ 2024 સુધી તટસ્થ રહેવાનું ચાલુ રાખશે.

એજન્સી કહે છે કે, આંતરરાષ્ટ્રીય આબોહવા મોડલ સુચવે છે કે ઈએનએસઓ ઓછામં ઓછા જુલાઈ 2024 સુધી તટસ્થ રહેવાનું ચાલુ રાખશે. સાતમાંથી ત્રણ આંતરરાષ્ટ્રીય મોડલ મધ્ય પેસિફિક એસએસટી જુલાઈમાં લા આગાહી કરી રહ્યા છે. જો કે મધ્ય પાનખરમાં કરવામાં આવેલી અલનીનો અને લાનીનાની આગાહીઓ વર્ષના અન્ય સમયે કરવામાં આવતી આગાહીઓ કરતા ઓછી સચોટતા ધરાવે છે. આનો અર્થ એ છે કે જુલાઈ પછી ઈએનએસઓ રાજયની વર્તમાન આગાહીઓનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ.ઓસ્ટ્રેલિયન હવામાન એજન્સીએ જણાવ્યું હતું.

અલ નીનોના ઉદ્ભવના પરિણામે ભારતનો ઓછામાં ઓછો ચોથો ભાગ દુષ્કાળથી પ્રભાવિત થયો હતો. અને દેશના 40 ટકાથી વધુવિસ્તારોમાં ઓછો વરસાદ થયો હતો.આના પરિણામે જળાશયોમાં પાણીની અછત અને તેલંગાણા આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજયોમાં ભૂગર્ભજળમાં તીવ્ર ઘટાડો થયો હતો. અલનીનોએ ડાંગર, કઠોળ, બરછટ અનાજ ખાસ કરીને મકાઈ, મગફળી અને બાગાયતી પાકો જેવા કે ડુંગળી જેવા પાકોના ઉત્પાદન સાથે કૃષિને અસર કરી હતી.

હવામાન શાસ્ત્ર બ્યુરોએ જણાવ્યું હતું કે, સમુદ્રી અને વાતાવરણીય સૂચકાંકો હવે તટસ્થ ઈએનએસઓ તરફ નિર્દેશ કરી રહ્યા છે. જે ડિસેમ્બર 2023થી મધ્ય પેસિફિકમાં સમુદ્રની સપાટીના તાપમાનથી સતત ઠંડક છે. છેલ્લા પખવાડિયામાં નોંધપાત્ર ઠંડક રહી છે અને તટસ્થ ઈએનએસઓ માટે ઐતિહાસિક થ્રેશોલ્ડની અંદર છે, તેમ તેણે જણાવ્યું હતું.ઠંડકને મધ્ય અને પુર્વીય પેસિફિક મહાસાગરની નીચે નોંધપાત્ર પ્રમાણમાં પેટા સપાટી ઠંડક દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

વધુમાં વૈશ્વિક દરિયાઈ સપાટીનું તાપમાન એપ્રિલ 2023 અને માર્ચ 2024 વચ્ચેના દર મહિને રેકોર્ડ પર સૌથી વધુ ગરમ રહ્યું છે. એપ્રિલ 2024 માટેના મહિનાથી તારીખના ડેટા સુચવે છે. કે આ મહિનો એપ્રિલ 2023 કરતા વધુ ગરમ છે હુંફની વૈશ્વિક પેટર્ન ઈએનએસઓ પરિવર્તનશીલતા સાથે સંકળાયેલ દરિયાઈ સપાટીના તાપમાનની વિશિષ્ટ ઐતિહાસિક વૈશ્વિક પેટર્નને અસર કરી રહી છે.

બીજી તરફ હિંદ મહાસાગર ડીપોલ તટસ્થ છે હકારાત્મક આઈઓડી મૂલ્યો માટે ભાગે ઉત્તર પશ્ર્ચિમ હિંદ મહાસાગરમાં રેકોર્ડ ઉષ્ણતાથી હોવા છતાં પુર્વીય હિંદ મહાસાગરમાં વાતાવરણીય સુચકાંડો વિકાસશીલ હકારાત્કમ સાથે સુસંગત હોઈ શકે છે. ભારતીય હવામાન વિભાગે પણ ઉપરોકત વાતને સંકેત આપીને આગામી ચોમાસું સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની આગાહી કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj