જામનગર તા.9
મૂળ જાંબુડાના વતની અને બોલીવુડના કલાકાર એવા દિનેશ લાંબાએ મતદાન માટે ખાસ મુંબઈથી આવીને જાંબુડા ખાતેના તેના વતનના ગામે જઈ મતદાન કરીને મતદાનની જાગૃતિ દાખવી હતી. દિનેશ લાંબા એ મુંબઈની રંગભૂમિ પર સંખ્યાબંધ નાટકોમાં તેમજ ડઝન બંધ હિન્દી ફિલ્મો ઉપરાંત તામિલ અને મલયાલમ ભાષાની ફિલ્મોમાં મળી કુલ 94 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે તેઓએ વ્યસ્તતા છતાં વતનમાં પહોંચીને મતદાન કરી મતદાનની જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy