ઉપલેટા પાલિકામાં જન્મ તારીખના દાખલા મેળવવા માટે લોકોને ધરમધકકા

Local | Dhoraji | 02 May, 2024 | 12:24 PM
સાંજ સમાચાર

ઉપલેટા,તા.2
ઉપલેટા નગરપાલિકા કચેરીએ જન્મ તારીખના દાખલાઓ મેળવવા માટે લોકો ધક્કા ખાઈ રહ્યા છે દાખલાઓની નોંધણી કરાવ્યા પછી પણ વીસ દિવસે દાખલા મળતા નથી તેથી નાગરિકોમાં વહીવટ તંત્ર સામે રોસ ફેલાયેલ છે જન્મ તારીખના દાખલાઓ મેળવવા અને જન્મ તારીખના દાખલાઓમાં નામના સુધારા કરવા માટે રોજ ના 40 થી 50 અરજદારો આવે છે.

નાગરિકો દ્વારા જ્યારે અધિકારીશ્રીને પૂછવામાં આવે છે કે અમારો દાખલો ક્યારે મળશે ત્યારે જવાબ મળે છે દાખલાઓની પ્રિન્ટ નથી મળશે ત્યારે આપી દેશું જનતાની આ સમસ્યા અંગે ઉપલેટા નગરપાલિકાના સિનિયર પૂર્વક સદસ્ય ડાયાભાઈ ગજેરા એ જન્મ તારીખના દાખલાઓમાં થતા વિલંબ અંગે ચીફ ઓફિસર નીલમબેન ઘેટ્યાને લેખિત રજૂઆત કરતા તેઓએ જણાવેલ કે જન્મ તારીખના દાખલાઓમાં નંબર સાથે ના દાખલાઓ રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવે છે દાખલાઓ સમયસર મળતા ન હોવાથી અમોએ લેખિત રજૂઆતો પણ કરેલ છે છતાં દાખલાઓની પ્રિન્ટ નગરપાલિકામાં સમયસર મળતી નથી ઉપલેટા નગરપાલિકા કચેરીએ અરજદાર ઓની ભીડ થાય છે .

અરજદારોને જન્મના દાખલાઓ અને અગાઉ જન્મના નીકળેલા દાખલાઓમાં સુધારાઓ કરવા દાખલાઓ માંગવામાં આવે છે આ દાખલાઓમાં બાળકના પુરા નામ સાથેના દાખલાઓ આધાર કાર્ડ માટે જરૂરી હોય અરજદારોને સમયસર દાખલાઓ મળવા જોઈએ એવી અમારી પણ લાગણી છે પરંતુ દાખલા ની પ્રિન્ટ સમયસર ન મળવાના કારણે મોડું થાય છે માટે અમો રાજકોટ રૂબરૂ જઈને પણ સમયસર દાખલાઓ મળે તે અંગે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં રજૂઆતો કરીશું

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj