ધ્રાંગધ્રા પાલિકાએ બાગની સફાઈ કરાવી રમતગમતના નવા સાધનો નાખ્યા

Local | Surendaranagar | 02 May, 2024 | 02:34 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 2
ધ્રાંગધ્રાના તળાવની પાળ ઉપર આવેલા મયુરબાગમાં ઉનાળાની ગરમીમાં ફરવા અને મજા માણવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો પરિવાર સાથે આવે છે. ત્યારે મયુરબાગમાં બાળકોને રમવા માટેની નવી ચકરડી, ઝુલા, લપસ્યાં સહિતની વિવિધ રાઈડો સફાઇ કરાવી નાંખવામાં આવતા શહેરીજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

ધ્રાંગધ્રામાં ગરમીમાં મયુરબાગમાં લોકોને સુવિધામાં વધારો થાય અને બાળકોને રમવામાં મજા આવે તે માટે મયુરબાગમાંવિવિધ રમતગમતના સાધનોહીંચકા, ઝુલા,ચકરડી, લપસ્યા અને વિવિધ ઈલેક્ટ્રોનિક રાફડો પણ શરૂ કરવામાં આવ્યા હતા. 

આ ઉપરાંત સફાઇની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિવિધ રમતગમતના સાધનોનાંખવામાં આવતા શહેરીજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આમ સાંજના સમયે શહેરીજનો બાળકોને રમવા માટે મયુરબાગ ઉપર આવતા જોવા મળી રહ્યા છે.  આમ નગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટેના કાર્યને લઈને લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે ઉનાળામાં મયુરબાગમાં ભીડ રહે છે. ત્યારે બાળકોને હરવા ફરવા અને રમવા માટે મજા પડે તે માટે નવા સાધનો રાઈડો શરૂ નિયમિત સફાઇ કરી શહેરીજનોની સુવિધામાં વધારો થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો દ્વારા પણ જયાં ત્યાં કચરો નહી ફેંકી સ્વચ્છતા જાળવણી કરી સહકાર આપવા જણાવ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj