(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.24
જસદણ તાલુકાના ફૂલજર ગામના રહેવાસી અને હાલમાં તળાવિયા સનાળા ગામ પાસે આવેલ મેલડીમાના મંદિરની બાજુમાં મોતીભાઈ રબારીની ઓરણીમાં ભાડેથી રહેતા મુક્તાબેન હસમુખભાઈ ઉર્ફે લાલો ઉઘરેજીયા જાતે દેવીપુજક (30)એ તેના સગા દિયર ભરતભાઈ વલ્લભભાઈ ઉઘરેજીયા સહિત બે સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, થોડા દિવસો પહેલા તેઓને તેના દિયર ભરતભાઈ સાથે ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને બંને આરોપીઓ તેની પાસે બાઈક લઈને આવ્યા હતા અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ સાગર પાસે રહેલ છરી વડે હુમલો કર્યો હતો આ ગુનામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.બી. ડાંગર અને તેની ટીમ દ્વારા આરોપી ભરત વલ્લભભાઈ ઉઘરેજીયા જાતે દેવીપુજક (26) રહે. ફૂલજર ગામ વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવ્યા રણછોડનગર વિસ્તારમાં રહેતા રેસમાબેન રિયાઝભાઈ ચાનીયા (33) નામના મહિલાને તેઓના પતિએ નિધિપાર્ક નજીક બેટ વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતાં.
બાળક સારવારમાં
મોરબીના લાલપર ગામે રહેતો મિતુલ જનાર્દનભાઈ શુક્લા (11) નામનો બાળક બાઇકમાં પાછળના ભાગે બેસીને લાલપર ગામના ગેટ નં-1 પાસે આવેલ મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ બાળકને ઈજા થવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy