મોદી શાસનમાં ED ના દરોડા, ધરપકડમાં અનેક ગણો વધારો : રૂ 1.21 લાખ કરોડની સંપત્તિ જપ્ત

Gujarat | Ahmedabad | 18 April, 2024 | 12:47 PM
સાંજ સમાચાર

અમદાવાદ, તા 18 
લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002માં ઘડવામાં હતો અને તેનો અમલ પહેલી જુલાઈ 2005થી થયો હતો.કેન્દ્રમાં 2014માં મોદી સરકાર બન્યાં બાદ છેલ્લાં 10 વર્ષમાં મની લોન્ડરિંગ કાયદા હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની સર્ચ કાર્યવાહીમાં 86 ગણો તથા ધરપકડ અને સંપત્તિની જપ્તીમાં આશરે 25 ગણો ઉછાળો આવ્યો છે.

જુલાઈ 2005થી માર્ચ 2014 તથા એપ્રિલ 2014થી માર્ચ 2024 વચ્ચેના ડેટાના વિશ્લેષણમાં આ માહિતી બહાર આવી હતી. પ્રિવેન્શન ઓફ મની કાયદા હેઠળ સજા થઈ છે. ED એ છેલ્લા દસ વર્ષમાં આશરે 5,155 પીએમએલએ કેસ દાખલ કર્યા હતા.

આની સામે 2005થી 2014 દરમિયાન 1,797 કેસ દાખલ થયાં હતાં. આમ આ સમયગાળામાં ઈડીના કેસોમાં આશરે ત્રણ ગણો ઉછાળો આવ્યો છે. ઇડી 2014માં પ્રથમ વખ્ય આરોપોને કોર્ટમાં સાબિત કર્યા હતાં અને અત્યાર સુધી 63 આરોપીઓને મની લોન્ડરિંગ કાયદા હેઠળ સજા થઈ છે. ઊઉએ 2014-2024ના સમયગાળા દરમિયાન દેશભરમાં મની લોન્ડરિંગના કેસોમાં 7,264 સર્ચ કાર્યવાહી કરી દરોડા પાડ્યા હતા.

જે અગાઉના સમયગાળામાં માત્ર 84 હતાં. દરોડાની સંખ્યામાં પણ 86 ગણો વધારો થયો છે.ઈડીએ છેલ્લાં દાયકામાં અનેક લોકોની ધરપકડ કરી છે અને 1,21,618 કરોડની કુલ સંપત્તિ કરી છે.  કોંગ્રેસના શાસન હેઠળના સમયગાળામાં વ્યક્તિની ધરપકડ થઈ તેની સરખામણીમાં હાલ સંખ્યા વધુ છે. જેમાં કુલ રૂ.5,086.43 કરોડની સંપત્તિ જપ્ત હતી.

છેલ્લાં દાયકામાં ધરપકડોમાં 26 ગણો અને સંપત્તિની જપ્તીમાં પણ ઉછાળો આવ્યો છે. એજન્સીએ છેલ્લા એક દાયકા દરમિયાન વિવિધ પ્રકારની સ્થાવર અને જંગમ સંપત્તિ માટે 1,971 અથવા કામચલાઉ જપ્તી આદેશો જારી કર્યા હતાં. ખાસ બાબત એ છે કે છેલ્લાં એક દાયકામાં રજૂ કરેલા 755 માં આશરે 84 ટકા આદેશોને ઙખકઅ કોર્ટે યોગ્ય ઠેરવ્યાં હતા. અગાઉના સમયગાળામાં આ પ્રમાણ 68 ટકા હતું.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj